16 August, 2024 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા
મલાઇકા અરોરા ૪૮ વર્ષની ઉંમરે સ્વસ્થ અને યંગ દેખાય છે. ફિટ ઍન્ડ ફાઇન ઍક્ટ્રેસમાં તેનું નામ આવે છે. એનું સીક્રેટ એ છે કે ફિટનેસને લઈને તે સખત મહેનત એકાગ્રતા સાથે કરે છે.
બૉલીવુડમાં ગ્લૅમરસ અંદાજ માટે તે જાણીતી છે. કેટલાય સુપરહિટ આઇટમ-નંબરમાં તે જોવા મળી છે. ફિટ રહેવા માટે તે જિમમાં એક્સરસાઇઝ કરીને પોતાને ફિટ રાખે છે. એ વિશે મલાઇકા કહે છે, ‘કોઈ મને જ્યારે એમ કહે કે ૪૮ વર્ષની ઉંમરમાં પણ તું આકર્ષક દેખાય છે, તો મને ખૂબ સારું લાગે છે. મને નથી લાગતું કે લોકો મારું અપમાન કરે છે. મારા માટે એ એક પ્રશંસા છે. ૪૮ વર્ષની ઉંમરે હું આવી દેખાઉં છું તો એની પાછળ મારી સખત મહેનત, સમર્પણ અને એકાગ્રતા સમાયેલાં છે. અન્ય મહિલાઓની જેમ મને પણ સ્ટ્રેચ-માર્ક્સ છે, વજન વધ-ઘટ
થાય છે અને હૉર્મોનલ ઇશ્યુ થાય છે. હું સ્વસ્થ જીવનશૈલી પર ધ્યાન આપું છું.’