10 June, 2024 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની લાઇફમાં જ્યારે પણ કોઈ કન્ટ્રોવર્સી શરૂ થાય છે ત્યારે તે એ વિશે વાત કરવાનું ટાળે છે. કરણ જોહરની ‘દોસ્તાના 2’માં કાર્તિક અને તેની વચ્ચે મતભેદ થયા હોવાની ચર્ચા ચાલી હતી. આ ફિલ્મને ત્યાર બાદ પડતી મૂકવામાં આવી હતી. કાર્તિકની હવે ‘ચંદુ ચૅમ્પિયન’ આવી રહી છે. કરણ વિશે પૂછતાં કાર્તિકે કહ્યું હતું કે ‘એ ખૂબ જ જૂની વાત થઈ ગઈ છે. ઘણી વાર કમ્યુનિકેશનમાં પ્રૉબ્લેમ હોય છે. કોઈ વાત જ્યારે લખવામાં આવે છે ત્યારે એ અલગ રીતે સાઉન્ડ કરે છે. હું ત્યારે પણ એ વાતને લઈને ચૂપ હતો અને આજે પણ ચૂપ છું. હું સો ટકા કામ કરવામાં માનું છું, પરંતુ જ્યારે પણ કોઈ કન્ટ્રોવર્સી થાય ત્યારે હું ચૂપ થઈ જાઉં છું. હું એ વાતમાં વધુ પડતો નથી. તેમ જ કંઈ સાબિત કરવાથી મને કંઈ મળી નથી જવાનું.’
ઍક્ટર્સ ફી જતી કરે ત્યારે કોઈ ચર્ચા નથી કરતું : કાર્તિક
કાર્તિક આર્યનની ફિલ્મનું બજેટ જ્યારે અવઢવમાં હતું ત્યારે તેણે પોતાની ફી જતી કરી હતી. ‘શહઝાદા’ માટે તેણે કોઈ ચાર્જ નહોતો કર્યો, જે ફિલ્મને વરુણ ધવનના ભાઈ ડેવિડ ધવને બનાવી હતી. બૉલીવુડમાં સ્ટાર્સનાં નખરાં અને ડિમાન્ડ વિશે વાત ચાલી રહી છે ત્યારે કાર્તિક કહે છે, ‘મેં આ ફિલ્મમાં મારી ફી જતી કરી હોવાથી મને પ્રોડ્યુસરની ક્રેડિટ આપવામાં આવી હતી. મેં આ વસ્તુ ત્યારે કરી હતી જ્યારે આ વિશે કોઈ વાત નહોતી થઈ રહી. પૈસાની અછત હોવાથી મેં મારી ફી જતી કરી હતી. ઍક્ટર્સ વિશેની આવી વાતો કોઈ નથી લખતું. હું જ નહીં, ઘણા ઍક્ટર્સ આવું કરે છે અને એનાથી પણ મોટી વસ્તુઓ કરી છે. પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ઍક્ટર દરેક વ્યક્તિ ઇચ્છે છે કે ફિલ્મ બનાવવામાં આવે અને આ સિમ્પલ ગણિત છે.’