20 January, 2023 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેશ ભટ્ટ
આ દિવસોમાં ભટ્ટ પરિવાર મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની તબિયતને લઈને ટેન્શનમાં છે. ખરેખર મહેશ ભટ્ટે હાલમાં જ હાર્ટ સર્જરી (Mahesh Bhatt Heart Surgery) કરાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રખ્યાત ફિલ્મમેકરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તે સ્વસ્થ થઈ રહ્યા છે.
મહેશ ભટ્ટની ચાર દિવસ પહેલા હાર્ટ સર્જરી થઈ
એક મીડિયા અહેવાલ અનુસાર, મહેશ ભટ્ટે ગયા મહિને તેમના હૃદયનું ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે તેમને ટૂંક સમયમાં સર્જરીની જરૂર પડી હતી. રિપોર્ટ અનુસાર, ભટ્ટની સર્જરી 4 દિવસ પહેલાં કરવામાં આવી હતી અને હવે તેઓ ઘરે આવી ગયા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.
ભટ્ટના પુત્ર રાહુલે સર્જરીની પુષ્ટિ કરી
તે જ સમયે, ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટે (Rahul Bhatt) પુષ્ટિ કરી છે કે તેમના પિતાને આ અઠવાડિયાની શરૂઆતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના હૃદયની સર્જરી કરવામાં આવી હતી. તેણે કહ્યું કે, "તેઓ હવે સ્વસ્થ છે અને ઘરે પાછા આવ્યા છે. હું તમને વધુ વિગતો આપી શકું એમ નથી કારણ કે હૉસ્પિટલમાં વધુ લોકોને જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.”
આ પણ વાંચો: પતિ-પત્નીમાં મોટું ક્લેશ! એક જ દિવસે રિલીઝ થશે આલિયા અને રણબીરની આ ફિલ્મો
મહેશ ભટ્ટના કરિયરની વાત કરીએ તો તેમણે ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે. તેમણે 26 વર્ષની ઉંમરે ફિલ્મ મંજીલેં ઔર ભી હૈથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ પછી મહેશ ભટ્ટે ક્યારેય પાછું વળીને જોયું નથી. મંજીલેં ઔર ભી હૈ ઉપરાંત, મહેશ ભટ્ટે સારાંશ, અર્થ, નામ, કારતૂસ, આશિકી, દિલ હૈ કી માનતા નહીં અને હમ હૈ રાહી પ્યાર કે જેવી ઘણી શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ સિવાય તેમણે રાજ, દુશ્મન અને ફૂટપાથ જેવી ઘણી ફિલ્મો લખી છે. આજે મહેશ ભટ્ટની ગણતરી બોલીવુડના ટોચના ફિલ્મ સર્જકોમાં થાય છે. તેમનું વિશેષ ફિલ્મ્સ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.