23 November, 2024 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વરા ભાસ્કર અને તેનો પતિ ફહાદ અહેમદ ચૂંટણી પહેલા (તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણી પરિણામ (Maharashtra Election Results 2024) આજે જાહેર થયા છે. પરિણામો માટે વોટની ગણતરી ચાલી રહી છે તેમાં મહાયુતિના પક્ષોના ઉમેદવારો મોટી લીડમાં છે. જોકે મહાયુતિના પક્ષોની લીડને લઈને વિરોધી પક્ષ મહા વિકાસ આઘાડીના અનેક મોટા નેતાઓએ ફરી એક વખત ઈવીએમમાં ગરબડ થઈ હોવાના આરોપો કરવાના શરૂ કર્યા છે. અભિનેત્રી સ્વરા ભાસ્કર અને તેના પતિ ફાહાદ અહેમદે પણ મહા વિકાસ આઘાડી અને પોતાની હાર પાછળ ઈવીએમને જવાબદાર ઠરાવ્યા છે.
સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રના અનુશક્તિ નગરમાં (Maharashtra Election Results 2024) મત ગણતરીના ઘણા રાઉન્ડમાં આગળ રહ્યા પછી પાછળ ચાલવા લાગ્યા હતા જેને લઈને અભિનેત્રી સ્વરા ભાસ્કરે ચૂંટણી પંચને EVM પ્રશ્ન ફેંક્યો. શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથના ઉમેદવાર મિસ્ટર અહેમદ હાલમાં અજિત પવારની NCPના ઉમેદવાર સના મલિકથી 3,000 મતોથી પાછળ છે અને મતગણતરી પૂર્ણ થવાની છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વરાએ (Maharashtra Election Results 2024) લખ્યું કે 99 ટકા ચાર્જ સાથે EVM ખોલવામાં ન આવે ત્યાં સુધી ફહાદ અહમદ મુંબઈની અનુશક્તિ નગર સીટ પર આગળ હતા. "અનુશક્તિ નગર વિધાન સભામાં NCP-SP ના ફહાદ ઝિરાર અહમદની સતત લીડ પછી... રાઉન્ડ 17, 18, 19 અચાનક 99 ટકા બેટરી ચાર્જર EVM ખોલવામાં આવે છે અને ભાજપ સમર્થિત NCP-અજિત પવાર ઉમેદવાર આગેવાની લે છે. જે મશીનો પર આખો દિવસ મતદાન કરવામાં આવ્યું છે તેમાં 99 ટકા ચાર્જ થયેલ બેટરીઓ કેવી રીતે હોઈ શકે? તમામ 99 ટકા ચાર્જ થયેલ બેટરીઓ ભાજપ અને તેના સાથી પક્ષોને કેમ મત આપે છે?" સ્વરાએ ચૂંટણી પંચ અને મહા વિકાસ અઘાડીના ટોચના નેતાઓને ટેગ કરીને પૂછ્યું. અહમદે પણ ટ્વિટ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું કે તે રાઉન્ડ 17 સુધી આગળ હતો અને કહ્યું કે તે આ મુદ્દે ચૂંટણી પંચને ફરીથી ગણતરી કરવા કહેશે. ફહાદ અહેમદ પીઢ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની પુત્રી સના મલિક સામે ચૂંટણી લડ્યો હતો, જેમાં હવે તે હારતો જોવા મળી રહ્યો છે.
મહાયુતિ ગઠબંધન (Maharashtra Election Results 2024) મહારાષ્ટ્રમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરવાના પથ પર આગળ વધી રહી છે અને હાલમાં 288 બેઠકો ધરાવતા ગૃહમાં મહાયુતિ 225 બેઠકો પર આગળ છે. મહા વિકાસ અઘાડી, જેણે માત્ર મહિના પહેલા જ 48 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો મેળવી હતી, તે રાજ્યની ચૂંટણીમાં 56 ની સંખ્યા સાથે ઘણી પાછળ છે. ટિપ્પણી પોસ્ટ કરો શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી, જેણે 87 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 13 પર આગળ છે અને તાજેતરના રેપોર્ટ્સ મુજબ મહાયુતિએ કુલ 42 બેઠાઓ પર જીત મેળવી છે અને 182 બેઠકો પર લીડમાં છે.