21 November, 2023 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માધુરી દીક્ષિત નેને
ગોવામાં ગઈ કાલથી શરૂ થયેલા ૫૪માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં માધુરી દીક્ષિત નેનેને ફિલ્મોમાં આપેલા તેના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી છે. તેને ‘સ્પેશ્યલ રેકગ્નિશન ફૉર કૉન્ટ્રિબ્યુશન ટુ ભારતીય સિનેમા’ અવૉર્ડથી નવાજવામાં આવી છે. તે ચાર દાયકાથી ફિલ્મોમાં સક્રિય છે. કરીઅર દરમ્યાન તેણે અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આ જર્નીને અહીં બિરદાવવામાં આવી છે.
આ ફેસ્ટિવલમાં અનેક ફિલ્મો દેખાડવામાં આવશે. આ ઇવેન્ટમાં કરણ જોહર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, સની દેઓલ, શ્રેયા ઘોષાલ અને સુખવિન્દર સિંહ પણ હાજર રહેશે. આ ફેસ્ટિવલ દરમ્યાન બેસ્ટ વેબ-સિરીઝનો અવૉર્ડ પણ આપવામાં આવશે. પાંચ મેમ્બરની જ્યુરીમાં રાજકુમાર હીરાણી પણ સામેલ છે. અનેક દેશોની ફિલ્મોનું સ્ક્રીનિંગ અહીં થવાનું છે.
મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી ભારતમાં વાર્ષિક વીસ ટકા યોગદાન આપે છે. આજે આપણે વિશ્વની પાંચ મોટી માર્કેટમાંના એક છીએ. આપણી ફિલ્મ માર્કેટ આખા વિશ્વમાં સૌથી મોટી
માર્કેટ છે. - અનુરાગ ઠાકુર, કેન્દ્રીય ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર