28 January, 2019 10:15 AM IST |
માધુરી દીક્ષિત અને અનિલ કપૂર
‘રામ લખન’ ૧૯૮૯ની ૨૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. વિડિયોમાં માધુરી આ ફિલ્મના હિટ ગીત ‘ઓ રામજી બડા દુખ દિના’ પર ડાન્સ શરૂ કરે છે અને બાદમાં અનિલ કપૂર તેની સાથે ‘માય નેમ ઇઝ લખન’ પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. અનિલ અને માધુરી બન્ને જલદી જ ‘ટોટલ ધમાલ’માં સાથે જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૨૨ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. માધુરી અને અનિલના 28 સેકન્ડના વિડિયોમાં તેમની ગજબની કેમિસ્ટ્રી દેખાય છે. આ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને માધુરીએ ટ્વીટ કર્યું હતું કે ‘આજે ‘રામલખન’ને 30 વર્ષ થયાં અને ફિલ્મના ગીત પર ડાન્સ કરીને એ સુંદર જૂની યાદો ફરી તાજી થઈ ગઈ. ‘રામ લખન’ની ટીમ સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો.’
માધુરી બાદ ટ્વિટર પર અનિલ કપૂરે પણ ટ્વીટ કર્યું હતું કે ‘આ એક સુંદર સંયોગ છે કે ‘રામ લખન’ની 30મી ઍનિવર્સરી પર આપણે સાથે કામ કરી રહ્યાં છીએ. આનાથી વધુ સારી વાત કે આનાથી પણ વધુ સારી વ્યક્તિ ન હોઈ શકે કે જેની સાથે હું આ ફિલ્મની ઍનિવર્સરીને સેલિબ્રેટ કરું.’
મારા પ્રોડક્શન હાઉસમાં ઘણી વાર મને પણ રિજેક્ટ કરવામાં આવે છે : અનિલ કપૂર
અનિલ કપૂરનું કહેવું છે કે તેના પોતાના પ્રોડક્શન હાઉસમાં ક્યારેક તેને રિજેક્ટ કરવામાં આવે છે. તેનું એમ પણ કહેવું છે કે ફિલ્મ પ્રોડ્યુસ કરવી અઘરું કામ છે અને એને એક પડકારજનક કામ પણ ગણાવે છે. અનિલ કપૂરે અનેક ફિલ્મો જેવી કે ‘બધાઈ હો બધાઈ’, ‘માય વાઇફ્સ મર્ડર’, ‘ખૂબસૂરત’, ‘વીરે દી વેડિંગ’ અને ‘ફન્ને ખાન’ પ્રોડ્યુસ કરી હતી. સાથે જ વિડિયો-સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘સિલેક્શન ડે’ પણ અનિલ કપૂરે પ્રોડ્યુસ કરી છે. અનિલ કપૂરને પૂછવામાં આવ્યું હતું કે તેમના મતે શું અઘરું છે- ઍક્ટિંગ કે ફિલ્મ પ્રોડ્યુસ કરવી? જેનો જવાબ આપતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘ફિલ્મ પ્રોડ્યુસ કરવી એ ખૂબ કઠિન છે. સાથે જ ફિલ્મ માટે કાસ્ટિંગ પણ ખૂબ અગત્યનું છે.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદીની બાયોપિકમાં જોવા મળશે બમન ઈરાની
મારા પ્રોડક્શન હાઉસમાં પણ મને રિજેક્ટ કરવામાં આવે છે. એક પ્રોડ્યુસર તરીકે કાસ્ટિંગને લઈને હું ખૂબ જ સચેત રહું છું. એથી પહેલાં તો કન્ટેન્ટ જરૂરી છે. એવું નથી કે પહેલાં સ્ટારને નક્કી કરી લેવામાં આવે અને બાદમાં એ કલાકારને બંધબેસે એવી કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે. અમે પહેલાં કન્ટેન્ટ બનાવીએ છીએ અને બાદમાં એની સ્ટોરી તૈયાર કરીએ છીએ.’