મોદીએ લખેલો ગરબો ‘માડી’એ ધૂમ મચાવી છે

16 October, 2023 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે લખેલા વધુ એક ગરબા ગીત ‘માડી’ને રિલીઝ કર્યું છે. આ ગીતને મીત બ્રધર્સે મ્યુઝિક આપ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા એક ગરબા ગીતને હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. હવે તેમણે લખેલા વધુ એક ગરબા ગીત ‘માડી’ને રિલીઝ કર્યું છે. આ ગીતને મીત બ્રધર્સે મ્યુઝિક આપ્યું છે. તો દિવ્ય કુમારે એને ગાયું છે. આ ગીતને ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. એ વિશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે ‘પવિત્ર નવરાત્રિનો જ્યારે આરંભ થઈ ચૂક્યો છે તો છેલ્લા અઠવાડિયે મેં લખેલા વધુ એક ગરબા ગીતને શૅર કરવાનો મને આનંદ થાય છે. આવી રીતે તહેવારની ઉત્સાહપૂર્વક શરૂઆત કરીએ. હું મીત બ્રધર્સનો મ્યુઝિક આપવા માટે અને ગીત ગાવા માટે દિવ્ય કુમારનો આભાર માનું છું.’

narendra modi bollywood news bollywood gossips entertainment news