Lyricist Dev Kohli Death:`મૈંને પ્યાર કિયા` અને `બાઝીગર` જેવી ફિલ્મ્સના ગીતકારે કહ્યું અલવિદા

26 August, 2023 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીઢ ગીતકાર અને કવિ દેવ કોહલી(Lyricist Dev Kohli Death)નું 26 ઓગસ્ટે નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા.

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પીઢ ગીતકાર અને કવિ દેવ કોહલી(Lyricist Dev Kohli Death)નું 26 ઓગસ્ટે નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. તેઓ વય-સંબંધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા અને બે-ત્રણ મહિનાથી અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા. તમામ સારવાર કરાવ્યા બાદ પણ તેમની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો.

આજે (26 ઓગસ્ટ) સવારે ચાર વાગ્યે, આ પીઢ ગીતકારે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગ્યે તેમના ઘરે (મુંબઈ) કરવામાં આવશે. જ્યાં તેમના નજીકના મિત્રો અનુ મલિક, આનંદ રાજ આનંદ, ઉત્તમ સિંહ અને અન્ય બૉલિવૂડ કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપશે.

100 થી વધુ ફિલ્મોમાં ગીતો આપ્યા છે

દેવ કોહલીએ બૉલીવુડની 100 થી વધુ ફિલ્મો માટે ગીતો લખ્યા છે. શંકર-જયકિશનથી લઈને વિશાલ-શેખર સુધી, દેવ કોહલીએ સંગીતકારોની અનેક પેઢીઓ સાથે કામ કર્યું છે. સંગીત જગત માટે કમનસીબ સમાચાર છે કે તેઓ નથી રહ્યા.

ગીતકારે `મૈંને પ્યાર કિયા`, `બાઝીગર`, `જુડવા 2`, `મુસાફિર`, `શૂટઆઉટ એટ વડાલા` અને `ટેક્સી નંબર 911`, જેવી ફિલ્મ્સના ગીત લખ્યા છે. તેમણે અનુ મલિક, રામ લક્ષ્મણ, આનંદ રાજ આનંદ, આનંદ મિલિંદ અને અન્ય સંગીત નિર્દેશકો સાથે ઘણી હીટ ફિલ્મ્સ માટે પણ કામ કર્યુ છે. 

દેવ કોહલીનું લોકપ્રિય ગીત `ગીત ગાતા હું મૈં` રાજકુમાર હેમા માલિની  અભિનીત ફિલ્મ `લાલ પત્થર` (1971) આવ્યું હતું. ગીતકારના રૂપમાં આ તેમની બીજી ફિલ્મ હતી.  દેવ કોહલીએ અનેક હીટ ગીત આપ્યાં છે. જેમ કે, `માઈ ની માઈ`, `યે કાલી કાલી આંખે`, `ગીત ગાતા હું` અને `સાકી સાકી` જેવી ગીત સામેલ છે. 

બોલિવૂડના દિગ્ગજ ગીતકાર દેવ કોહલીના નિધનથી સંગીત ક્ષેત્રમાં શોકનો માહોલ છે. બૉલિવૂડના સિંગર્સે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેવ કોહલીએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે સલમાન ખાનની બ્લોક બસ્ટર મૈને પ્યાર કિયાના ગીત લખ્યા, સાથે સાથે સુપર હિટ બાઝીગર, જુડવા 2, મુસાફિર, શૂટઆઉટ એટ લોખંડવાલા, ટેક્સી નંબર 911 જેવી 100 થી વધુ હિટ ફિલ્મો માટે ગીતો લખ્યા હતા. નોંધનીય છે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યાથી મુંબઈમાં તેમના લોખંડવાલા સ્થિત ઘરે રાખવામાં આવ્યો હતો. 

bollywood news entertainment news indian music baazigar maine pyar kiya