Love Sex Aur Dhokha 2 : તુષાર કપૂર દેખાશે એક નવા જ અવતારમાં? એકતા કપૂરની ફિલ્મમાં કરશે કેમિયો

27 February, 2024 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Love Sex Aur Dhokha 2 : ફિલ્મ ૧૯ એપ્રિલે થશે રિલીઝ, નિમ્રિત કૌર અહલુવાલિયા લીડ રોલમાં

‘લવ સેક્સ ઔર ધોખા ૨’નું પોસ્ટર અને તૂષાર કપૂર

વર્ષ ૨૦૧૦માં આવેલી એકતા આર કપૂર (Ektaa R Kapoor)ના પ્રોડક્શનની ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’ (Love Sex Aur Dhokha) તેના બોલ્ડ વિષય અને આઉટ ઓફ ધ બોક્સ અભિગમ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી. દિબાકર બેનર્જી (Dibakar Banerjee) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજકુમાર રાવ (Rajkummar Rao), નુસરત ભરૂચા (Nushrratt Bharuccha), અમિત સિયાલ (Amit Sial) અને અંશુમન ઝા (Anshuman Jha)એ અભિનય કર્યો હતો. હવે આ ફિલ્મની સિક્વલ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ (Love Sex Aur Dhokha 2) રિલીઝ થવાની છે. ત્યારે ખબર પડી છે કે, આ ફિલ્મમાં તુષાર કપૂર (Tusshar Kapoor) કેમિકો કરવાના છે. જે એકદમ જુદા જ અવતારમાં જોવા મળશે.

એકતા આર કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ (Balaji Motion Pictures)ની આગામી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ ફરી એકવાર લાઇમલાઇટમાં છે. ‘લવ સેક્સ ઔર ધોખા ૨’નું મોશન પોસ્ટર થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના પહેલા ભાગને દર્શકો અને વિવેચકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો છે, ત્યારે આ દિવસોમાં તેની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન સાંભળવામાં આવ્યું છે કે, એકતા આર કપૂરની આ ફિલ્મમાં અભિનેતા તુષાર કપૂર મહત્વનો અને અલગ કેમિયો કરશે.

ઈન્ડસ્ટ્રીના એક સ્વતંત્ર સૂત્રના જણાવ્યા અનુસાર, ‘અભિનેતા તુષાર કપૂર એકતા આર કપૂરની આગામી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’માં મહત્ત્વપૂર્ણ કેમિયો ભજવશે. એટલું જ નહીં અભિનેતા પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે. અગાઉ ભાઈ બહેનની જોડી એકતા કપૂર અને તુષાર ‘ક્યા કૂલ હૈ હમ’ (Kya Kool Hain Hum), ‘શૂટઆઉટ એટ વડાલા’ (Shootout at Wadala) અને ‘ધ ડર્ટી પિક્ચર’ (The Dirty Picture)માં સાથે કામ કરી ચૂક્યા છે. હવે એકતા અને તૂષાર ફરી એકવાર સાથે કામ કરશે. બન્ને ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ સાથે વાપસી કરી રહ્યાં છે.’

બાલાજી ટેલિફિલ્મ્સ (Balaji Telefilms) અને કલ્ટ મૂવીઝ (Cult Movies)ની ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ એકતા આર કપૂર અને શોભા કપૂર (Shobha Kapoor)એ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ દિબાકર બેનર્જીએ ડિરેક્ટ કરી છે. ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ રીલિઝ થશે. ફિલ્મમાં ‘બિગ બોસ’ સિઝન ૧૬ ફેમ (Bigg Boss 16) નિમ્રિત કૌર અહલુવાલિયા (Nimrit Kaur Ahluwalia) લીડ રોલમાં છે.

નોંધનીય છે કે, એકતા કપૂર અને દિબાકર બેનર્જીએ વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં ‘લવ સેક્સ ઔર ધોખા’ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી હતી પરંતુ ફિલ્મ વિલંબમાં પડી હતી. જોકે ફિલ્મનું અત્યારે શૂટિંગ ચાલુ છે. થોડાક દિવસો પહેલા જ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. નિર્માતાઓએ ઈન્ટરનેટના આધુનિક યુગમાં સંબંધો પર આધારિત ફિલ્મની થીમની ઝલક આપી હતી. ત્યારથી જ ફેન્સ બહુ એક્સાઇડેટ છે.

tusshar kapoor ekta kapoor balaji telefilms shobha kapoor upcoming movie entertainment news bollywood bollywood news