વોટ આપવા આવેલા ધર્મેન્દ્ર થયા લાલઘૂમ? જુઓ વાયરલ વીડિયો

20 May, 2024 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: મથુરામાં મતદાનના દિવસે, ધર્મેન્દ્રએ એક ખાસ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે તેમની પત્ની અને ભાજપના સાંસદ હેમા માલિનીને વોટ કરવાની અપીલ કરી હતી.

ધર્મેન્દ્ર આજે વોટ આપવા પહોંચ્યા હતા

બૉલિવૂડ ફિલ્મોના જ્યેષ્ઠ એક્ટર ધેર્મેન્દ્ર (Lok Sabha Elections 2024) તેમના કૂલ અને મજાકના અંદાજને ઓળખવામાં આવે છે. અનેક સુપરહિટ ફિલ્મોમાં અનેક યાદગાર રોલ કરનાર ધર્મેન્દ્ર તેમના અભિનય માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમ જ ધર્મેન્દ્ર રિયલ લાઈફમાં પણ એકદમ કુલ રહે છે, જોકે હાલમાં ધર્મેન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાપારાઝી સામે ગુસ્સે થઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.

સોમવારે 20 મેના રોજ 2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં મુંબઈના અનેક મતદાન કેન્દ્રો પર જાણીતા સેલિબ્રિટીઝ પણ વોટ આપવા પહોંચ્યા હતા, જેમની તસવીરો અને અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. મુંબઈની એક શાળામાં અભિનેતા ધર્મેન્દ્ર વોટ આપવા માટે પહોંચ્યા હતા. જ્યારે ધર્મેન્દ્ર વોટ આપીને બહાર આવ્યા ત્યારે પાપારાઝી તેમની તસવીરો લેવા માટે ત્યાં જમા થઈ ગયા હતા, પણ એક પાપારાઝી ધર્મેન્દ્રને એવો સવાલ પૂછ્યો કે તેઓ ગુસ્સે પણ થઈ ગયા હતા અને તેમણે પાપારાઝીને આવો પ્રશ્ન પૂછવા બદલ એક સલાહ પણ આપી હતી.

88 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર વોટ આપવા માટે (Lok Sabha Elections 2024) પહોંચ્યા હતા. બૉલિવૂડમાં એક આઈકોનીક એક્ટર તેમ જ ‘શોલે’ ફિલ્મમાં ‘વીરુ’ના રોલ માટે જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈના જુહુમાં આવેલી એક સ્કૂલમાં વીત આપવા પહોંચ્યા હતા. ધર્મેન્દ્ર વોટ આપીને બહાર આવ્યા તે દરમિયાન પાપારાઝીએ પૂછેલા સવાલથી તેઓ ખૂબ જ નારાજ થઈ ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ધર્મેન્દ્રના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાપારાઝી ધર્મેન્દ્રને વારંવાર સવાલો પૂછી રહ્યા છે, જેના જવાબમાં ધર્મેન્દ્ર કહે છે કે `દોસ્ત, સારા શહેરી બનો, અમીર બાળક બનો, તમારા માતા-પિતાને પ્રેમ કરો, તમે જાણે છે કે તમે મને શું કહેવા માગું છું.` આ સાથે ધર્મેન્દ્રએ સલાહ પણ આપી હતી.

લોકસભા ચૂંટણી 2024માં સોમવારે પાંચમા તબક્કાનું મતદાન (Lok Sabha Elections 2024) ચાલી રહ્યું છે જેમાં ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની મથુરાના સાંસદ છે અને તેમના મતવિસ્તારઆ ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થયું હતું. એપ્રિલમાં, મથુરામાં મતદાનના દિવસે, ધર્મેન્દ્રએ એક ખાસ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે તેમની પત્ની અને ભાજપના સાંસદ હેમા માલિનીને વોટ કરવાની અપીલ કરી હતી. ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, `તમે સમજી જ ગયા હશો કે આજે હું તમારી સાથે કેમ વાત કરું છું, મારી હેમા માટે, અમારી હેમા માટે. હેમા મથુરાથી ત્રીજી વખત ચૂંટણી લડી રહી છે. હું પણ છેલ્લી ચૂંટણીમાં આવ્યો હતો. હેમાને એ શહેર, એ માટી સાથે ઊંડો પ્રેમ થઈ ગયો છે. તે ઇચ્છે છે કે તે તેને ખૂબ જ સુંદર બનાવે.

dharmendra Lok Sabha Election 2024 Lok Sabha viral videos bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news