23 June, 2020 07:41 PM IST | Mumbai Desk | Agencies
લૉરેન ગોટિલેબે
લૉરેન ગોટિલેબે હાલમાં જ સુશાંત સિંહ રાજપૂત સાથેની વાતચીતના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે. સુશાંતે ૧૪ જૂને બાંદરામાં આવેલા તેના ઘરમાં ફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. એક અઠવાડિયા બાદ લૉરેને તેની સાથે ૨૦૧૬માં કરેલી વાતચીતના ફોટો શૅર કર્યા હતા. આ સ્ક્રીનશૉટમાં તેમણે એકબીજાને સપોર્ટ કરવા અને ઇન્સ્પાયર કરવા વિશે વાતચીત કરી હતી.
સ્ક્રીનશૉટ્સ શૅર કરીને લૉરેને કૅપ્શન આપી હતી કે ‘આટલા સમયમાં મેં સુશાંત સાથે જે વાતચીત કરી હતી એ ફરી જોવા માટે મેં પોતાને મજબૂર કરી હતી. અમે એક સમયે કરેલી વાતચીત જોઈને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ છું; કારણ કે એમાં ફક્ત પ્રેમ, નમ્રતા અને સપનાઓને પૂરાં કરવા માટે સપોર્ટ કરવાની વાત કરવામાં આવી હતી.’