midday

‘લાડલા’ના પ્રોડ્યુસર નીતિન મનોમોહનને હાર્ટ-અટૅક આવતાં હૉસ્પિટલમાં ઍડ્‍મિટ

05 December, 2022 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમની કન્ડિશનને જોતાં આઇસીયુમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
નીતિન મનમોહન

નીતિન મનમોહન

‘બોલ રાધા બોલ’ અને ‘લાડલા’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરનાર નીતિન મનમોહનને હાર્ટ-અટૅક આવતાં તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા છે. તેમણે ‘આર્મી’, ‘શૂલ’, ‘યમલા પગલા દીવાના’, ‘રેડી’ અને ‘લવ કે લિએ કુછ ભી કરેગા’ પણ પ્રોડ્યુસ કરી હતી. ડૉક્ટર્સ ખડેપગે તેમને પૂરતી સારવાર આપી રહ્યા છે. તેમની કન્ડિશનને જોતાં આઇસીયુમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને જોવા માટે લોકો હૉસ્પિટલ પહોંચી રહ્યા છે. ફેમસ વિલન મનમોહનના તેઓ દીકરા છે. તેમના પરિવાર અને ફ્રેન્ડ્સ તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યા છે.

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood heart attack