08 June, 2024 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલ
કાજોલને ડોનટ્સ ખૂબ જ પસંદ છે. એને જોઈને તે પોતાને અટકાવી નથી શકતી. જૂનના પહેલા શુક્રવારને અમેરિકામાં અને અન્ય કેટલાક દેશમાં વર્લ્ડ ડોનટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. વર્લ્ડ વૉર 1માં સૈનિકોને ડોનટ સર્વ કરવામાં આવ્યાં હતાં. આથી આ ડોનટ સર્વ કરનારના માનમાં ૧૯૩૮માં શિકાગોમાં ધ સાલ્વેશન આર્મી દ્વારા એક ઇવેન્ટ રાખવામાં આવી હતી, ત્યારથી એ દિવસને ડોનટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચૉકલેટ ડોનટ ખાતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી કાજોલે કૅપ્શન આપી હતી કે ‘ક્યા કરું હાય, કુછ કુછ હૌતા હૈ. ડોનટ છે તો ચિંતા કરવાની જરૂર નથી.’