03 January, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમ જ બીજી તસવીરમાં ૩૧ ડિસેમ્બરે મુરાદાબાદના કવિ-સંમેલનમાં કુમાર વિશ્વાસ.
જિસ લંગડે આદમી ને હિન્દુસ્તાન મેં આકર યહાં કી માં-બહનોં કે સાથ બલાત્કાર કિયા વો લફંગા હી મિલા તુમ્હેં ઇસ પ્યારે સે બચ્ચે કા નામ રખને કે લિએ?
થોડા દિવસ પહેલાં મેરઠની એક ઇવેન્ટમાં સોનાક્ષી સિંહા અને શત્રુઘન સિંહાને ટાર્ગેટ કર્યા પછી વિખ્યાત કવિ, કથાકાર અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતાએ હવે સૈફ અલી ખાન અને કરીના કપૂર પર નિશાન તાક્યું છે. ૩૧ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આયોજિત એક કવિ-સંમેલનમાં કુમાર વિશ્વાસે સૈફ-કરીનાનું નામ લીધા વગર તેમના દીકરા તૈમુરના નામને લીધે તેમના પર પ્રહાર કર્યા છે. સોનાક્ષી સિંહાએ મુસ્લિમ યુવાન ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યાં છે એ સંદર્ભમાં કુમાર વિશ્વાસે કહ્યું હતું કે તમારાં બાળકોને રામાયણ, ભગવદ્ગીતા નહીં વંચાવો-શીખવો તો ભલે તમારા ઘરનું નામ રામાયણ હોય, તમારા ઘરની શ્રીલક્ષ્મીને બીજું જ કોઈ ઉઠાવી જશે. શત્રુઘન સિંહાના ઘરનું નામ રામાયણ છે એ સંદર્ભમાં કુમાર વિશ્વાસે આ વાત કહી હતી. હવે તૈમુર નામ સામે જબરદસ્ત વિરોધ વ્યક્ત કરીને તેમણે આકરા શબ્દોમાં શું કહ્યું છે એ વાંચો...
માયાનગરી મેં બૈઠનેવાલે લોગોં કો યે સમઝના પડેગા કિ દેશ ક્યા ચાહતા હૈ... અબ યે ચલેગા નહીં કે લોકપ્રિયતા હમ સે લોગે; પૈસા હમ દેંગે; ટિકટ હમ ખરીદેંગે; હિરોઇન હમ બનાએંગે, હીરો હમ બનાએંગે ઔર તુમ્હારી તીસરી શાદી સે ઔલાદ હોગી તો ઉસકા નામ તુમ બાહર સે આનેવાલે કિસી આક્રમણકારી કે નામ પર રખ લોગે યે ચલેગા નહીં. કિતને નામ પડે હૈં યાર... કુછ ભી રખ લેતે તુમ... રિઝવાન રખ લેતે, ઉસ્માન રખ લેતે, યુનુસ રખ લેતે, હુઝૂર કે નામ પર કોઈ નામ રખ લેતે... તુમ્હેં એક હી નામ મિલા? જિસ બદતમીઝ આદમી ને, જિસ લંગડે આદમી ને હિન્દુસ્તાન મેં આકર યહાં કી માં-બહનોં કે સાથ બલાત્કાર કિયા વો લફંગા હી મિલા તુમ્હેં ઇસ પ્યારે સે બચ્ચે કા નામ રખને કે લિએ? ઔર અગર અબ ઇસે હીરો બનાઓગે તો ઇસે ખલનાયક તક નહીં બનને દેંગે ધ્યાન રખના હમ... ભારત જાગા હુઆ હૈ હમારા.