10 January, 2025 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમાર સાનુ અને ઍક્ટ્રેસ કુનિકા સદાનંદ
લેજન્ડરી સિંગર કુમાર સાનુ અને ઍક્ટ્રેસ કુનિકા સદાનંદ વચ્ચે પાંચ વર્ષ લાંબી એકદમ સીક્રેટ રિલેશનશિપ હતી. ત્યાર બાદ બન્ને છૂટાં પડ્યાં હતાં. એક પૉડકાસ્ટમાં કુનિકાએ શૉકિંગ વાત કરતાં કહ્યું હતું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મારા શરૂઆતના દિવસોમાં હું સફળ સિંગર કુમાર સાનુ પ્રત્યે આકર્ષાઈ હતી.
તેઓ નજીક કઈ રીતે આવ્યાં એ દિવસોને યાદ કરતાં કુનિકાએ જણાવ્યું હતું કે ‘કુમાર સાનુ અને તેની પત્ની રીટા વચ્ચે સંબંધો સારા નહોતા એથી કુમાર સાનુએ ડિપ્રેશનમાં દારૂના નશામાં ઊટીની એક હોટેલ-રૂમની બારીમાંથી કૂદવાની કોશિશ કરી હતી. અમે તેને એમ કરતાં અટકાવ્યો ત્યારે તે રડી પડ્યો હતો. આ બનાવ બાદ પત્નીથી છૂટો પડીને કુમાર સાનુ અને હું નજીક આવ્યાં હતાં.’