માત્ર ક્રિષ્ના અભિષેકને અધિકાર મળ્યો છે જૅકીની નકલ કરવાનો

13 August, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિષ્નાનું કહેવું છે કે તે જ્યારે જૅકી શ્રોફની નકલ કરે છે તો તેમને ગમે છે

ફાઇલ તસવીર

જૅકી શ્રોફના નામનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં ન આવે એ માટે તેમણે દિલ્હી હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. તેમના નામ, ફોટો કે તેમની ‘ભિડુ’ બોલવાની સ્ટાઇલનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવશે તો દંડ કરવામાં આવશે. જોકે માત્ર ક્રિષ્ના અભિષેકને જ તેમની સ્ટાઇલની નકલ કરવાની પરવાનગી છે. ક્રિષ્નાનું કહેવું છે કે તે જ્યારે જૅકી શ્રોફની નકલ કરે છે તો તેમને ગમે છે. જૅકી શ્રોફે કહ્યું હતું કે તે જ એક છે જે સારી રીતે મારી નકલ કરી શકે છે.

જૅકી શ્રોફ અને ક્રિષ્ના અભિષેક ‘વેલકમ ટુ ધ જંગલ’માં સાથે કામ કરી રહ્યા છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં ક્રિષ્ના અભિષેક કહે છે, ‘‘વેલકમ ટુ ધ જંગલ’માં દાદા વિલનનો રોલ કરી રહ્યા છે. સેટ પર તેમની સાથે ખૂબ મજા આવે છે. બ્રેક્સ દરમ્યાન તેઓ મને તેમના પર કરેલી નકલના પર્ફોર્મન્સના વિડિયો દેખાડવા કહે છે. એને તેઓ પણ ખૂબ એન્જૉય કરે છે.’

jackie shroff krushna abhishek entertainment news bollywood bollywood news