ક્રિતી સૅનનનો સ્મોકિંગ કરતો વિડિયો થયો વાઇરલ

31 July, 2024 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષો પહેલાં તેની મમ્મીએ ઍન્ટિ-સ્મોકિંગ વિશે કરેલી પોસ્ટ ફરી આવી ચર્ચામાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ક્રિતી સૅનનનો હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે સ્મોકિંગ કરતી જોવા મળી રહી છે. ક્રિતી યુનાઇટેડ કિંગડમના બિઝનેસમૅન કબીર બાહિયાની સાથે રિલેશનમાં હોવાની ચર્ચા છે. ૨૭ જુલાઈએ ક્રિતીએ પોતાનો બર્થ-ડે પણ કહેવાતા બૉયફ્રેન્ડ કબીર સાથે ગ્રીસના આઇલૅન્ડ માયકોનોસમાં સેલિબ્રેટ કર્યો હતો. આ હૉલિડે દરમ્યાનના વિડિયોમાં ક્રિતીના હાથમાં સિગારેટ જોવા મળી રહી છે. તે સ્મોકિંગ કરી રહી હોવાથી સોશ્યલ મીડિયા પર તેની ટીકા કરવામાં આવી હતી. જોકે આ સાથે જ ક્રિતીની મમ્મી દ્વારા કરવામાં આવેલી એક જૂની પોસ્ટ પણ વાઇરલ થઈ હતી. ‘બરેલી કી બર્ફી’માં ક્રિતીએ એક દૃશ્ય માટે સ્મોકિંગ કર્યું હતું. આ સ્મોકિંગને લઈને એ સમયે ટીકા કરવામાં આવતાં તેની મમ્મીએ ટ્વીટ કર્યું હતું કે ક્રિતી સ્મોકિંગ નથી કરતી અને એ તેણે ફિલ્મના દૃશ્ય માટે કર્યું હતું. ક્રિતીની મમ્મીએ એ પણ કહ્યું હતું કે તે તેની આસપાસના લોકોને પણ સ્મોકિંગ છોડવા માટે કહે છે. આ ટ્વીટ વાઇરલ થતાં લોકો સવાલ કરી રહ્યા છે કે હવે તેઓ શું કહેશે. 

kriti sanon viral videos entertainment news bollywood bollywood news