30 November, 2022 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) અને સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ની જોડી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં જ જ્યારે વરુણ ધવને (Varun Dhawan) થોડાક શબ્દોમાં કહ્યું હતું કે કૃતિ સેનન અને પ્રભાસ રિલેશનશિપમાં છે, ત્યારથી આ ચર્ચાઓ ઘણી વધી ગઈ હતી. એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે પ્રભાસે કૃતિ સેનનને `આદિપુરુષ`ના સેટ પર પ્રપોઝ કર્યું હતું. અફવાઓને હદથી આગળ વધતી જોઈને હવે કૃતિ સેનને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. કૃતિ સેનન ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના અને પ્રભાસના સંબંધોની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
કૃતિ સેનને પ્રભાસ સાથેના સંબંધો પર મૌન તોડ્યું
કૃતિ સેનને તેના અને પ્રભાસના સંબંધોનું સત્ય દુનિયાની સામે લાવી દીધું છે. ક્રિતી સેનને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, `આ નથી પ્રેમ કે નથી પીઆર... અમારા ‘ભેડિયા’એ રિયાલિટી શૉમાં ખૂબ જ ધૂમ મચાવી હતી અને તેમની મશ્કરીએ આવી અફવાઓને જન્મ આપ્યો છે. કેટલાક પોર્ટલ અમારા લગ્નની તારીખ જાહેર કરે તે પહેલાં, હું આ બબલ ફોડવા માગુ છું. આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે.”
કૃતિ સેનન અને પ્રભાસના રિલેશનશિપની અફવાઓ શૉ કોફી વિથ કરણથી ફેલાઈ હતી. આ પછી, એક ઇન્ટરવ્યુ દરમિયાન, કૃતિ સેનનએ કહ્યું હતું કે, તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે લગ્ન કરવા માગે છે. જ્યારે તેમના સંબંધોના સમાચાર ગોસિપ કોરિડોરમાં ફેલાવા લાગ્યા તો કેટલાક લોકોએ તેને આદિપુરુષ ફિલ્મના પીઆર તરીકે નામ આપવાનું શરૂ કર્યું, લોકોએ કહ્યું કે આ બધું પ્રચાર માટે થઈ રહ્યું છે. આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવા માટે કૃતિએ પોતાનું સત્ય દુનિયાની સામે મૂક્યું છે.
આ પણ વાંચો: પંકજ ત્રિપાઠી સાથે દેખાશે સંજના સાંઘી?