27 November, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વરુણ ધવનની ફિલ્મ ‘ભેડિયા’ રિલીઝ થઈ એ જ દિવસે સીધી વિવિધ સાઇટ્સ પર લીક થઈ ગઈ હતી. એનાથી ફિલ્મના કલેક્શન પર ઘણી અસર થઈ શકે છે.
ક્રિતી સૅનનનું કહેવું છે કે ‘ભેડિયા’નો તેનો ડૉક્ટર અનિકાનો રોલ હંમેશાં મારા માટે સ્પેશ્યલ રહેવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન, દીપક ડોબરિયાલ અને અભિષેક બૅનરજી પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં વરુણ ભેડિયા બને છે. આ હૉરર-કૉમેડીને અમર કૌશિકે ડિરેક્ટ અને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતી સૅનને કૅપ્શન આપી હતી, ‘આ અમારી ‘ભેડિયા’ની ટીમ છે. આ ફિલ્મ પર મને ખૂબ ગર્વ છે. ડૉક્ટર અનિકા હંમેશાં મારા માટે સ્પેશ્યલ રહેશે, કેમ કે એ વિચિત્ર અને જટિલ પાત્ર છે. વરુણ ધવન, તું તો શાનદાર છે. તારા પર મને ગર્વ છે. મને એ વાતની ખુશી છે કે આ સ્પેશ્યલ ફિલ્મ માટે આપણે સાથે આવ્યાં છીએ. હજી ઘણું બધું સાથે કામ કરવાનું છે. અમર કૌશિક, તમે જ અમારા મુખ્ય ભેડિયા છો, જેનો અવાજ આજે વિશ્વને પસંદ પડી રહ્યો છે. તમારા માટે અલગ પોસ્ટ હું જલદી કરવાની છું. લવ યુ. દિનેશ વિજન, તારી અને મેડોક ફિલ્મ્સ સાથે મારી આ છઠ્ઠી ફિલ્મ છે. હવે હું ગણતરી કરવાનું બંધ કરવાની છું. તારું સમર્પણ, જોખમ લેવાની ટેવ અને અગત્યની વાતને અનોખી રીતે રજૂ કરવાની રીતને કારણે તું આજે જે બન્યો છે એનું શ્રેય તને જાય છે. ખૂબ ગર્વ છે. અભિષેક બૅનરજી, હું તારી ફૅન છું. તું શાનદાર છે. તારા સીન્સ પર હું સલામ કરું છું. તું અદ્ભુત છે. પાલિન કબાક, આ ફિલ્મમાં તારું સ્વાગત છે અને તારી આ પહેલી ફિલ્મમાં કમાલની એન્ટ્રી છે. દીપક ડોબરિયાલ સર, તમે કમાલ છો. વિશેષ તો બ્રિલ્યન્ટ સિનેમૅટોગ્રાફર જીશનુ ડોપ અને તેની ઉત્કૃષ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે. તમે લોકોએ ‘ભેડિયા’નો યાદગાર અનુભવ બનાવ્યો છે. એ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની સરખામણીએ આવ્યો છે. અમારો ‘ભેડિયા’ અને ડૉક્ટર અનિકા, તમારા છે. આશા છે કે તે તમને હસાવશે.’