અલીબાગમાં બે હજાર સ્ક્વેર ફીટ જમીન ખરીદી

12 July, 2024 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિતી સૅનને અન્ય સેલિબ્રિટીઝની જેમ પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે

ક્રિતી સૅનન

ક્રિતી સૅનને અન્ય સેલિબ્રિટીઝની જેમ પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે. તેણે અલીબાગમાં બે હજાર સ્ક્વેર ફીટની જમીન ખરીદી છે. આ જમીન તેણે હાઉસ ઑફ અભિનંદન લોઢાના પ્રોજેક્ટ સોલ ડી અલીબાગમાં ખરીદી છે. માંડવા જેટીથી અલીબાગ પહોંચવામાં વીસ મિનિટનો સમય લાગે છે. આ પ્રૉપર્ટી વિશે ક્રિતી સૅનન કહે છે, ‘હાઉસ ઑફ અભિનંદન લોઢાના પ્રોજેક્ટમાં જમીન ખરીદીને હું ગર્વ અનુભવું છું અને ખુશ છું. મારી જાતે મેં જમીન ખરીદી છે એ મારા માટે અગત્યની જર્ની છે. અલીબાગ પર મારી નજર છે. મને શાંતિ, પ્રાઇવસી જોઈએ છે અને આ રોકાણમાં મને એ મળ્યું છે. મારા પિતા પણ આ ઇન્વેસ્ટમેન્ટથી ખુશ છે. આ પ્રાઇમ લોકેશન પર છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે આ જમીનને ખરીદવાની પ્રોસેસને હાઉસ ઑફ અભિનંદન લોઢાએ ખૂબ સરળ બનાવી હતી. હાલમાં અલીબાગમાં ઇન્વેસ્ટ કરવાનો સૌથી સારો સમય છે.’

kriti sanon bollywood buzz bollywood news bollywood entertainment news alibaug