કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલમાં જોડાવા પહોંચ્યો સલમાન

06 December, 2023 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફેસ્ટિવલનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાર ડિસેમ્બર સુધી ચાલશે. દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય પ્રધાન મમતા બૅનરજી એના પર નિરીક્ષણ રાખે છે.

સલમાન ખાન

કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે સલમાન ખાન ગઈ કાલે કલકત્તા પહોંચી ગયો હતો. આ ફેસ્ટિવલનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાર ડિસેમ્બર સુધી ચાલશે. દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય પ્રધાન મમતા બૅનરજી એના પર નિરીક્ષણ રાખે છે. સલમાનને ઍરપોર્ટ પર લેવા માટે રાજ્ય પ્રધાન અને સિંગર બાબુલ સુપ્રિયો ગયા હતા. સલમાન સખત સલામતી વ્યવસ્થા સાથે બ્લૅક આઉટફિટમાં કલકત્તા પહોંચ્યો હતો. ગયા વર્ષે આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, રાની મુખરજી અને મહેશ ભટ્ટે હાજરી આપી હતી.

Salman Khan mamata banerjee kolkata bollywood news entertainment news