Koffee With Karan 8 : નીતુ કપૂરે ખોલ્યા બૉયફ્રેન્ડ રિશી કપૂરના રાઝ, કહ્યું કે…

11 January, 2024 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Koffee With Karan 8 : નીતુ કપૂરે કહ્યું કે, રિશી કપૂર બહુ જ સ્ટ્રિક્ટ બૉયફ્રેન્ડ હતા

રિશી કપૂર અને નીતુ કપૂર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

ડિઝની પ્લસ હૉટસ્ટાર (Disney Plus Hotstar)ના બહુચર્ચિત શો ‘કોફી વિથ કરણ સીઝન ૮’ (Koffee With Karan Season 8)નો વધુ એક એપિસોડ આજે રિલીઝ થયો છે. આ અઠવાડિયાના ‘કોફી વિથ કરણ સીઝન ૮’ના એપિસોડમાં બૉલિવૂડ (Bollywood)ની બે દિગ્ગજ અભિનેત્રીઓ નીતુ કપૂર (Neetu Kapoor) અને ઝીનત અમાન (Zeenat Aman) જોવા મળશે. તાજેતરમાં આ એપિસોડનો એક પ્રોમો પણ રિલીઝ થયો હતો, જેમાં બન્ને અભિનેત્રીઓ તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની વાતો દિલ ખોલીને કરતા જોવા મળ્યાં છે. જેમાં નીતુ કપૂર સ્વર્ગીય પતિ અને અભિનેતા રિશી કપૂર (Rishi Kapoor)ને યાદ કરતાં જોવા મળ્યાં હતા. આ એપિસોડમાં નીતુએ રિશી સાથેના સંબંધો અને બાળકો સાથે રિશીનું વર્તન કેવું હતું તેના વિશે પણ વાત કરી છે.

‘કોફી વિથ કરણ સીઝન ૮’ શોના હોસ્ટ કરણ જોહર (Karan Johar) સાથેની વાતચીત દરમિયાન જ અભિનેત્રી નીતુ કપૂરે એક કિસ્સો શેર કર્યો છે કે, રિશી કપૂર બોયફ્રેન્ડ તરીકે કેટલા કડક હતા.

કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ સીઝન ૮’ના લેટેસ્ટ એપિસોડમાં નીતુ કપૂર અને ઝીનત અમાન મહેમાન તરીકે જોવા મળશે. તે જ સમયે, નીતુ કપૂરે શોમાં તેમના શરૂઆતના દિવસો અને શા માટે તેઓ ક્યારેય પાર્ટી ન કરતાં તે વિશે પણ વાત કરી છે.

નીતુ કપૂરે કહ્યું કે ‘અમે ખાસ કરીને યશજી (ચોપરા) સાથે સારો સમય પસાર કર્યો. અમે રાત્રે પાર્ટી કરતા, અંતાક્ષરી રમતા, મૂર્ખ વર્તન કરતા. તે ખરેખર ખૂબ જ મસ્ત હતું.’ અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘તે સમયે રિશી કપૂર એક સ્ટ્રિક્ટ બૉયફ્રેન્ડ હતા અને તેઓ ઇચ્છતા હતા કે હું પાર્ટી ન કરું. તે હંમેશા કહેતા હતા કે આ ન કર, આમ ન કર, ઘરે આવ.’

શોમાં વાતચીત દરમિયાન નીતુ કપૂરે દિવંગત અભિનેતા રિશી કપૂર સાથે ન્યૂયોર્કમાં સમય વિતાવવાની વાત પણ કરી હતી. તેમણે એમ કહ્યું છે કે, તેઓ તેમના સંબંધોના સારા ભાગોને યાદ રાખવા માંગે છે. દુઃખદ ભાગ યાદ રાખવાનું પસંદ નથી.

રિશી કપૂર વિશે વાત કરતા નીતુ કપૂરે એમ પણ કહ્યું કે, ‘રિશી એક એવા વ્યક્તિ હતા જેમણે તેમના બાળકો રણબીર કપૂર (Ranbir Kapoor) અને રિદ્ધિમા કપૂર સહાની (Riddhima Kapoor Sahani) પ્રત્યે ખુલ્લેઆમ પોતાની લાગણી વ્યક્ત કરી ન હતી. સદભાગ્યે, તેઓ ન્યૂયોર્કમાં તે સમય દરમિયાન બદલાયા અને તેમની નજીકના લોકો પ્રત્યે પ્રેમ અને લાગણી દર્શાવી હતી.’

નીતુ કપૂર અને ઝીનત અમાનનો ‘કોફી વિથ કરણ સીઝન ૮’નો આ એપિસોડ આજથી ડિઝની પ્લસ હૉટસ્ટાર પર સ્ટ્રિમ થશે.

neetu kapoor koffee with karan rishi kapoor zeenat aman karan johar ranbir kapoor hotstar entertainment news bollywood bollywood news bollywood gossips