06 December, 2023 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારણ જોહર
કરણ જોહરનું કહેવું છે કે શાહરુખ ખાન તેની રોજિંદી લાઇફનો એક પાર્ટ છે. તે હાલમાં ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનને હોસ્ટ કરી રહ્યો છે. તેમણે બન્નેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કરણના આ શોમાં શાહરુખ ખાન ઘણી વાર આવ્યો છે, પરંતુ તે આ સીઝનમાં અત્યાર સુધી જોવા નથી મળ્યો. આ વિશે પૂછતાં કરણે કહ્યું કે ‘આપણે બધા જાણીએ છીએ કે શાહરુખ ખાન કેટલી સારી રીતે વાત કરે છે. મારો શો એક સારી વાતચીત વિશે છે અને એથી હું પણ ઇચ્છુ છું કે તે ‘કૉફી વિથ કરણ’માં આવે. જોકે મારી તો તેની સાથે રોજ ‘કૉફી વિથ કરણ’ થતું હોય છે. અમે રોજ વાત કરીએ છીએ. હું તેનાં બાળકો અને ગૌરી ખાન સાથે પણ વાત કરતો હોઉં છું. શાહરુખને સાંભળવાની એક અલગ જ વાત છે. તે ગ્લોબલ પ્લૅટફૉર્મ પર પણ જે બોલે છે એમાં એક એલિગન્સ જોવા મળે છે. અમે હંમેશાં વસ્તુઓને લઈને ચર્ચા કરીએ છીએ અને જુદા-જુદા વિષય પર વાત કરીએ છીએ. અમે સતત વાત કરતા હોઈએ છીએ. મારા રોજિંદા જીવનનો તે એક પાર્ટ છે એમ હું કહીશ.’