midday

સૈફ યુનિવર્સિટી જવાને બદલે ઍરહૉસ્ટેસ સાથે ફરવા ​નીકળ્યો હતો : શર્મિલા ટાગોર

26 December, 2023 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ 8’માં આ વખતે શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન જોવા મળવાનાં છે. ગુરુવારે આ એપિસોડ ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળશે.
શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન

શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન

કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ 8’માં આ વખતે શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન જોવા મળવાનાં છે. ગુરુવારે આ એપિસોડ ડિઝની+હૉટસ્ટાર પર જોવા મળશે. આ શોમાં અનેક સેલિબ્રિટીઝની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ પર પ્રકાશ પાડવામાં આવે છે. સૈફની વાઇફ કરીના કપૂર ખાન અને કરણ બેસ્ટ ફ્રેન્ડ છે. આ શોમાં સૈફ સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો જાણવા મળશે. શોનો પ્રોમો શૅર કરવામાં આવ્યો છે. એમાં સૈફને કરણ કહે છે કે ‘સૈફ તું ગભરાયેલો દેખાય છે?’ આ વિશે સૈફ કહે છે, ‘હા આ કાઉચ પર હું હંમેશાં ગભરાયેલો હોઉં છું.’ કરણને સૈફના ​કૉલેજના દિવસો વિશે જાણવાની ઉત્સુકતા છે. કરણ કહે છે કે ‘મારે તેના કૉલેજના દિવસો વિશે જાણવું છે.’ તો એ વિશે શર્મિલા ટાગોર કહે છે કે ‘તે યુનિવર્સિટી નથી ગયો. તેણે ઍરહૉસ્ટેસને બહાર જવા માટે પૂછ્યું અને ક્યાંક બહાર ચાલ્યો ગયો.’

Whatsapp-channel
saif ali khan sharmila tagore karan johar entertainment news bollywood news