જાહ્‍નવીના સ્પીડ ડાયલ પર છે શિખર પહારિયા

03 January, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍નવી કપૂર હાલમાં જ તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી છે

જાહ્‍નવી કપૂર , શિખર પહારિયા

જાહ્‍નવી કપૂર હાલમાં જ તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી છે. તેઓ ક્યાં ઊપડ્યાં એની કોઈ માહિતી નથી. જોકે તેઓ ફૅમિલી સાથે ગયાં છે. જાહ્નવી હાલમાં જ ‘કૉફી વિથ કરણ’માં તેની બહેન ખુશી કપૂર સાથે જોવા મળી હતી. તેમની સાથે બોની કપૂર, ખુશી કપૂર અને વેદાંત રૈના પણ હતાં. તેઓ જાહેરમાં જોવા મળે એ પહેલાં જાહ્‍નવીની એક ક્લિપ વાઇરલ થઈ છે. આ ક્લિપ ‘કૉફી વિથ કરણ’ની છે. આ ક્લિપમાં કરણ જોહરે જાહ્‍નવીને પૂછ્યું હતું કે એવાં ત્રણ નામ કહે જે તેના સ્પીડ ડાયલ પર હોય. આ દરમ્યાન જાહ્‍નવીએ પાપા, ખુશુ અને શિકુનું નામ કહ્યું હતું. ખુશુ એટલે ખુશી અને શિકુ એટલે શિખર જેને તે શિકુ કહે છે. તેણે અજાણતાંમાં આ નામ આપી દીધાં હતાં અને ત્યાર બાદ તેને એનો અહેસાસ થયો હતો. તેનું આ રીઍક્શન જોઈને ખુશી અને કરણ બન્ને ખૂબ જ હસતાં જોવા મળ્યાં હતાં.

jhanvi kapoor koffee with karan boney kapoor entertainment news bollywood news bollywood buzz bollywood gossips bollywood