23 May, 2019 11:35 AM IST |
જુહી ચાવલા અને બાળકો
જુહી ચાવલાનું કહેવું છે કે તેના દીકરા અર્જુનમાં મિમિક્રી કરવાની સારી ક્વૉલિટી છે. જુહીનાં બાળકો અર્જુન અને જાહ્નવી લંડનમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે. પોતાનાં બાળકોને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે અને શું તેઓ પણ બૉલીવુડમાં કિસ્મત અજમાવવાનાં છે? આ વિશે જણાવતાં જુહીએ કહ્યું હતું કે ‘મારા નાનકડા તોફાની અર્જુને તો સ્પષ્ટ કહી દીધું છે કે મૉમ, મારા વિશે તો વિચારતાં પણ નહીં. જાહ્નવી વિશે કંઈ ચોક્કસ કહી શકું એમ નથી. અર્જુન થોડો ફની છે અને તે સારી મિમિક્રી કરે છે. તે ખૂબ જ મસ્તીખોર છે અને એથી ક્યારેક મને એમ લાગે છે કે તે કદાચ બૉલીવુડમાં આવી શકે છે. જાહ્નવીને વાંચવાનો ખૂબ શોખ છે. આ દુનિયામાં જો તેને કોઈ વસ્તુ ગમતી હોય અને તમે તેને પૂછો કે તને ગિફ્ટમાં શું જોઈએ છે? તો તે બુક માગશે. તેને લેખક બનવું છે. થોડા સમય બાદ તેણે મને મૉડલ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આવતી કાલે કદાચ તે એમ પણ કહી શકે છે કે તેણે ઍક્ટ્રેસ બનવું છે. બાદમાં તે કહેશે કે હું આ બધું બાજુએ મુકીને સ્પોર્ટ્સમાં જવા માગું છું. મને કંઈ ખબર નથી. જોકે એક વસ્તુ હું શીખી છું કે તમારાં બાળકોને જે બનવું હોય તે બનવા દેવાં જોઈએ.’
આ પણ વાંચો : સ્ટ્રીટ ડાન્સર 3Dના સેટ પર રડી પડ્યો વરુણ ધવન