‘ખિચડી 2’માં કીર્તિ કુલ્હારી પણ

17 February, 2023 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૦માં આવેલી ‘ખિચડી : ધ મૂવી’ ફિલ્મ દ્વારા તેણે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારીએ ‘ખિચડી 2’ લઈને આવવાની માહિતી આપી છે. ૨૦૧૦માં આવેલી ‘ખિચડી : ધ મૂવી’ ફિલ્મ દ્વારા તેણે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં તેણે પરમિંદરનો રોલ કર્યો હતો. એ ફિલ્મને આતિશ કપાડિયાએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં તેની સાથે અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, રાજીવ મહેતા અને જમનાદાસ મજીઠિયા લીડ રોલમાં હતા. આ ફિલ્મ બાદ કીર્તિએ ‘પિન્ક’, ‘બ્લૅકમેલ’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’માં કામ કર્યું હતું. હવે ‘ખિચડી 2’ વિશે કીર્તિ કુલ્હારીએ કહ્યું કે ‘આખરે ‘ખિચડી 2’ બની રહી છે અને એ ખૂબ જ મજેદાર રહેશે. પહેલી ફિલ્મ સાથે મારી અનેક યાદો જોડાયેલી છે. ફિલ્મનું ગીત ‘ચલ ચલ ભોસલે માર્કેટ’ના શૂટિંગથી માંડીને તમામ ક્રેઝી કૉમેડી સીન્સ કરવાની મજા આવી હતી. ‘ખિચડી 2’માં પરમિંદર બનીને પાછી આવવાની મને ખુશી છે, કેમ કે એનાથી જ મેં શરૂઆત કરી હતી. મને એહસાસ થયો છે કે આટલાં વર્ષોમાં ‘ખિચડી’ના ફૅન્સ ખાસ કરીને બાળકો અને ફૅમિલીમાં અસંખ્ય છે. મને હંમેશાં પૂછવામાં આવતું હતું કે હું કૉમેડી શું કામ નથી કરતી. એથી આ ફિલ્મની સીક્વલથી પાછા આવવાની ખુશી છે. આ ‘ખિચડી’ પહેલાં કરતાં અતિશય સ્વાદિષ્ટ, મસાલેદાર અને મજેદાર બનવાની છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kirti kulhari upcoming movie khichdi