લાપતા લેડીઝ ૨૦૨૫ના ઑસ્કર અવૉર્ડ‍્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે

21 September, 2024 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિરણ રાવની ખ્વાહિશ છે કે...

કિરણ રાવ

આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવને આશા છે કે તેની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ૨૦૨૫ના ઑસ્કર અવૉર્ડ‍્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવે. કિરણ રાવનું ઘણા સમયથી સપનું રહ્યું છે કે તેની ફિલ્મ ઑસ્કરના સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે. કિરણ કહે છે, ‘મને ખાતરી છે કે ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા બેસ્ટ ફિલ્મનું ચયન કરશે. જો મારી ફિલ્મ ઑસ્કર માટે જશે તો મારું સપનું પૂરું થશે. મને આશા છે કે મારી ફિલ્મને ગણતરીમાં લેવાશે.’ ‘લાપતા લેડીઝ’ જ્યારે રિલીઝ થઈ ત્યારે થિયેટરોમાં ખાસ નહોતી ચાલી, પણ OTT પ્લૅટફૉર્મ પર આવ્યા પછી એનાં ખૂબ વખાણ થયાં હતાં.

kiran rao netflix entertainment news bollywood bollywood news