20 October, 2024 09:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિચ્ચા સુદીપ અને તેની માતા (તસવીર: સોશિયલ મીડિયા)
ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથની ફિલ્મો સહિત બૉલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરનાર એક્ટર કિચ્ચા સુદીપની માતાનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી છે. માતાનું મૃત્યુ બાદ તેઓ ખૂબ જ ઉદાસ થઈ ગયા છે. કન્નડ ફિલ્મના સુપરસ્ટાર એક્ટર કિચ્ચા સુદીપ (Kiccha Sudeep Mother Passed Away) પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેતાની માતા સરોજા સંજીવનું બેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે કિચ્ચા સુદીપની માતા બીમાર હતી અને તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે 20 ઑક્ટોબરના રોજ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. અભિનેતા તેની માતાના અવસાનથી ખૂબ જ આઘાતમાં છે.
મીડિયા રેપોર્ટ્સ મુજબ કિચ્ચા સુદીપની માતા 83 વર્ષના હતા. વધતી ઉંમરને કારણે તે છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે લડી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની માતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ (Kiccha Sudeep Mother Passed Away) કરવામાં આવ્યા હતા, પરંતુ સારી તબીબી સારવાર મળ્યા બાદ પણ તેમનું મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, અભિનેતાની માતાના નશ્વર અવશેષો 20 ઓક્ટોબર, 2024 ના રોજ, એટલે કે આજે જ હૉસ્પિટલમાંથી તેમના જેપી નગરના ઘરે લાવવામાં આવશે. તેની માતાની અંતિમ વિદાય માટે અભિનેતાના ઘરે વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. અહીં પરિવાર અને નજીકના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી, અભિનેતાની માતાના અંતિમ સંસ્કાર આજે સાંજે પાંચ વાગ્યે વિલ્સન ગાર્ડન સ્મશાનભૂમિમાં કરવામાં આવવાનું છે.
તમને જણાવી દઈએ કે કિચ્ચા સુદીપ તેની માતાના ખૂબ જ નજીક હતા. તેમની માતા પરિવારમાં આધારસ્તંભ સમાન હતી. તેમણે બધાને સાથે રાખ્યા હતા. ઘણા પ્રસંગોએ કિચ્ચા (Kiccha Sudeep Mother Passed Away) તેની માતાના સમર્થન વિશે વાત કરતા જોવા મળ્યા છે. તેની માતા તેના હૃદયની ખૂબ નજીક હતી. આવી સ્થિતિમાં તેમના જવાથી અભિનેતાને મોટો ફઆઘાત લાગ્યો છે અને પરિવાર પણ આઘાતમાં છે. આ મુશ્કેલ સમયમાં અભિનેતાના તમામ ચાહકો અને નજીકના લોકો તેમને અને સમગ્ર પરિવારને તેમનો સાથ આપી રહ્યા છે. ચાહકો પણ અભિનેતાને હિંમત અને ઉત્સાહ રાખવા માટે કહી રહ્યા છે. ચોક્કસપણે આ ક્ષણો કિચ્ચા સુદીપ અને તેના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે. ભલે તેની માતા તેની સાથે નથી, તે હંમેશા તેની યાદોમાં જીવંત રહેશે. કિચ્ચા સુદીપના વર્ક ફ્રન્ટની વાત કરીએતો તેણે અનેક બૉલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં ‘વિક્રાંત રોના’, સલમાન ખાન સાથે ‘દબંગ 3’ અને ‘મખ્ખી’ જેવી સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.