02 July, 2023 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુરુવારે રિલીઝ થયેલી ‘સત્યપ્રેમ કી કથા’ને મળી રહેલા લોકોના પ્રેમથી કિયારા અડવાણી ઇમોશનલ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન, ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક, અનુરાધા પટેલ, સિદ્ધાર્થ રાંદેરિયા, રાજપાલ યાદવ, નિર્મિતી સાવંત અને શિખા તલસાણિયા લીડ રોલમાં છે. ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે અને સમીર વિધ્વંસે ડિરેક્ટ કરી છે. કાર્તિક અને કિયારાના પર્ફોર્મન્સની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ પર આભાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર કિયારાએ લખ્યું છે કે ‘રિવ્યુઝ વાંચીને હું અતિશય ઇમોશનલ થઈ છું. મારા માટે કથાનો રોલ ખૂબ સ્પેશ્યલ છે જે એક અગત્યનો મેસેજ પણ આપે છે અને આજે જ્યારે તમે તેને એટલો પ્રેમ આપો છો ત્યારે મારું દિલ ખુશીથી છલકાઈ ઊઠ્યું છે. મને એ વાત ખૂબ સ્પર્શી ગઈ છે કે ફૅન્સ ખુશી-ખુશી તેમના રિવ્યુ મને મોકલે છે. મારી કરીઅરની શરૂઆતથી જ તેઓ મારી સાથે જોડાયેલા છે અને તેમને જોઈને મને જીતવાની લાગણીનો એહસાસ થાય છે જે મને ઇમોશનલ બનાવે છે. હું તેમની ઋણી રહીશ. આ તેમની સફળતા છે. તેમનો આ પ્રેમ ખરેખર જાદુઈ છે. હું તેમની આભારી રહીશ.’