કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે કિયારા અડવાણી

15 May, 2024 06:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ જગતના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં તે પહેલી વાર હાજરી આપશે

કિયારા અડવાણી

ફ્રાન્સમાં યોજાઈ રહેલા ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં કિયારા અડવાણી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ફેસ્ટિવલની વિમેન ઇન સિનેમા ડિનર ગાલા ઇવેન્ટમાં કિયારા હાજરી આપશે. તે પહેલી વાર આ ઇવેન્ટમાં જઈ રહી છે. આ ગાલા ડિનરમાં ૬ મહિલાઓને આમંત્રિત કરવામાં આવશે. દુનિયાભરની વિવિધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓ હાજર રહેશે. આ ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર આહુજા અને પ્રિયંકા ચોપડા જોનસ હાજરી આપે છે. આ વર્ષે કિયારાની સાથે કોણ–કોણ હાજરી આપશે એ જોવું રહ્યું. કિયારા આગામી ફિલ્મો ‘ડૉન 3’ અને ‘વૉર 2’માં જોવા મળશે.

kiara advani cannes film festival entertainment news bollywood news bollywood