કિયારાએ પાણીપૂરી ખવડાવીને મસકો લગાવ્યો સાસુને

08 July, 2023 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની સાસુને પાણીપૂરી ખૂબ ભાવે છે અને એથી તેમની સામે સારી છાપ પાડવા માટે તેણે પાણીપૂરીનો પ્લાન કર્યો હતો.

કિયારા અડવાણી અને રિમ્મી મલ્હોત્રા

કિયારા અડવાણીએ જણાવ્યું છે કે તેની સાસુ રિમ્મી મલ્હોત્રાને પાણીપૂરી ખવડાવીને તેણે મસકો લગાવ્યો હતો. તેની સાસુને પાણીપૂરી ખૂબ ભાવે છે અને એથી તેમની સામે સારી છાપ પાડવા માટે તેણે પાણીપૂરીનો પ્લાન કર્યો હતો. આ વર્ષે ૭ ફેબ્રુઆરીએ કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં લગ્ન થયાં હતાં. કિયારાને પૂછવામાં આવ્યું હતું કે શું તમારાં લગ્નમાં પાણીપૂરીનો સ્ટૉલ હતો? તો એનો જવાબ આપતાં કિયારાએ કહ્યું કે ‘હા. આ સ્વાભાવિક છે. મારી સાસુને પાણીપૂરી ખૂબ ગમે છે. તેઓ હમણાં અમારી સાથે રહે છે. તેઓ દિલ્હીથી મુંબઈ આવ્યાં છે. એથી તેમના આવ્યાના પહેલા દિવસે હું જાણતી હતી કે તેમને પાણીપૂરી કેટલી ભાવે છે. એથી મેં તેમને કહ્યું કે આજે ઘરે પાણીપૂરી બનાવીએ. જે પ્રકારે મેં તેમને મસકો લગાવ્યો છે, તેમને હું અતિશય પસંદ પડી છું. તેઓ ખૂબ ખુશ થયાં હતાં.’

kiara advani bollywood news bollywood gossips bollywood entertainment news