20 May, 2024 05:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિયારા અડવાણીની તસવીર
કિયારા અડવાણીએ ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પહેલી વાર એન્ટ્રી કરી છે. તેનો લુક સૌનું ધ્યાન ખેંચે છે. જોકે તેના ઇંગ્લિશ ઍક્સેન્ટને કારણે લોકોએ સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરી છે. આ ફેસ્ટિવલમાં આવવાની તક મળી એ બદલ તેણે આભાર વ્યક્ત કર્યો હતો. એમાં અમુક શબ્દોનો ઉચ્ચાર અને બોલવાની ઢબ અમેરિકન સંભળાતાં લોકોએ તેની ટીકા કરી છે. એકે તો એમ જણાવ્યું કે આ રીતે ઍક્સેન્ટ બદલીને વાત કરે છે એટલે તે પોતાને કિમ કર્ડાશિયન સમજે છે? કિમ કર્ડાશિયન અમેરિકન બિઝનેસવુમન, મીડિયા પર્સનાલિટી અને ઍક્ટ્રેસ છે.