23 March, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી
હાલમાં કિઆરા અડવાણી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં કિઆરાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર શૅર કર્યા હતા અને હવે નજીકના ભવિષ્યમાં તે ‘KGF’વાળા યશની ફિલ્મ ‘ટૉક્સિક’માં તેની સાથે જોવા મળશે. આ ફિલ્મ વિશે મળેલા લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે કિઆરાએ બહુ મોટી ફી વસૂલ કરી છે.
ફિલ્મ ‘ટૉક્સિક’માં કિઆરા લીડ રોલ ભજવી રહી છે અને ચર્ચા પ્રમાણે એ ફિલ્મમાં કામ કરવા માટે તેને ૧૫ કરોડ રૂપિયા જેટલી ફી મળી છે. કિઆરાની ભારે લોકપ્રિયતાને પગલે તેને આ ફી આપવામાં આવી છે. આને પગલે હવે કિઆરાનો સમાવેશ દીપિકા-પ્રિયંકા જેવી એ-લિસ્ટની ઍક્ટ્રેસની યાદીમાં થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાએ એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મ માટે ૩૫ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે.
કિઆરા ‘ટૉક્સિક’ સિવાય જુનિયર એનટીઆર સાથે ‘વૉર 2’માં પણ જોવા મળશે. જોકે કિઆરાએ તેની પ્રેગ્નન્સીને કારણે થોડા દિવસ પહેલાં ‘ડૉન 3’માં કામ કરવાની ના પાડી દીધી હતી.