23 June, 2024 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અનન્યા પાન્ડે અને ખુશી કપૂરનો એક વિડિયો તેની ફિટનેસ-ટ્રેઇનર નમ્રતા પુરોહિતે શૅર કર્યો છે. એ વિડિયોમાં બન્ને એક્સરસાઇઝ દરમ્યાન હસી-મજાક કરતી અને પાઇલેટ્સ કરતી દેખાય છે. પહેલી નજરમાં આ સરળ દેખાય છે, પરંતુ એ એટલું સહેલું નથી. જોકે જ્યારે ખરા અર્થમાં એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરવામાં આવે ત્યારે વાસ્તવિકતા સામે આવે છે. બન્નેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નમ્રતાએ કૅપ્શન આપી છે, ‘તમે બન્નેએ ખૂબ સરસ રીતે પાઇલેટ્સ કર્યું છે. તમે ખરા અર્થમાં મસલ્સને સક્રિય કર્યા છે અને યોગ્ય રીતે કામ કર્યું છે. ફિટ રહેવાનો આ એક ફન્ડા છે.’