17 November, 2022 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની લિયોની
સની લીઓની અને તેના હસબન્ડ ડૅનિયલ વેબર વિરુદ્ધ દાખલ છેતરપિંડીના કેસ પર કેરલાની હાઈ કોર્ટે સ્ટે મૂક્યો છે. એક કપલ અને તેના કર્મચારી દ્વારા સની પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા માટે લાખો રૂપિયા લેવા છતાં પણ શોમાં હાજરી નહોતી આપી. સની અને તેના હસબન્ડ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૪૦૬, ૩૪ અને ચીટિંગની ૪૨૦ની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ૨૦૨૨ના જુલાઈમાં મૅજિસ્ટ્રેટ કોર્ટમાં પણ આ ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ પુરાવાના અભાવે ત્યાં આ અરજી રદ કરવામાં આવી હતી. સનીએ પણ આ ફરિયાદની વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. કોર્ટે આ કેસ અને એને સંબંધિત તમામ કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. એથી કહી શકાય કે સનીને આ મામલામાં રાહત મળી ગઈ છે.