શું 'Satte Pe Satta’માં શાહરૂખ ખાન સાથે નજર આવશે આ એક્ટ્રેસ?

20 June, 2019 04:42 PM IST  |  મુંબઈ

શું 'Satte Pe Satta’માં શાહરૂખ ખાન સાથે નજર આવશે આ એક્ટ્રેસ?

શાહરૂખ ખાન

ફિલ્મોમાં રીમેકનો પ્રવાહ ચાલી રહ્યો છે. સાઉથથી લઈને જૂની હિન્દી ફિલ્મોની રીમેક બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી વર્ષ 1982માં રિલીઝ ફિલ્મ 'સત્તે પે સત્તા'ની રીમેકના સમાચાર પણ આવી રહ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે ફારાહ ખાન, રોહિત શેટ્ટીની સાથે મળીને એની રીમેક બનાવવાની તૈયારીમાં છે. મૂળ ફિલ્મ સાત ભાઈઓની કહાની હતી. એમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની મુખ્ય ભૂમિકામાં હતા. એ સિવાય સચિન પિલગાંવકર, કંવલજીત સિંહ, શક્તિ કપૂર જેવા કલાકાર હતા.

એવામાં રીમેક ફિલ્મને લઈને કેટલાક સ્ટાર્સને કાસ્ટ કરવાની ખબર આવતી રહે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મના માટે હ્રિતિક રોશનને ફાઈનલ કરવામાં આવ્યા હતા. એની પહેલા શાહરૂખ ખાન અને કેટરિના કૈફનું નામ પણ ફિલ્મ માટે સામે આવી રહ્યું હતું. હવે આ વાતથી કેટરિનાએ પોતે જ આ વાત કરી છે.

આ પણ વાંચો : પ્રિયંકા જલદી કરશે બૉલીવુડમાં કમબેક, જુઓ ફિલ્મનો ફર્સ્ટ લૂક

કેટરિનાએ કહ્યું, ખબર નહીં આવી બધી વાતો ક્યાંથી આવી રહી છે. હવે આવા સમાચારની આદત થઈ ગઈ છે. જ્યારે હું સાંભળુ છું કે મારૂ નામ એ ફિલ્મથી જોડાઈ રહ્યું છે જેમાં હું નથી, તો પણ હું નોર્મલ રહું છું. જ્યારે હું બૉલીવુડમાં નવી આવી હતી, ત્યારે એવા સમાચાર વાંચીને ખરાબ લાગતું હતું. મારા વિશે મીડિયામાં જે પણ ખોટા સમાચાર આવતા હતા, એને લઈને હું હાઈપર થઈ જતી હતી. હવે પોતાના વિશે લખેલી કોઈ પણ ન્યૂઝથી કોઈ ભાવનાત્મક જોડાણ નથી. હવે લાગે છે કે એક જ વસ્તું માટે તમે કેટલી વાર હાઈપર થઈ શકો છો. હવે આ વસ્તુની આદત પડી ગઈ છે. હાલ કેટરિના કૈફ રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'માં કામ કરી રહી છે.

Shah Rukh Khan katrina kaif bollywood news