રણબીરની ફિલ્મમાં કૅટરિના કૈફનો રોલ કાપવામાં આવ્યો હતો

02 March, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરની ફિલ્મ ‘બચના અય હસીનોં’માંથી કૅટરિના કૈફનો રોલ કટ કરવામાં આવ્યો હતો

રણબીર કપૂર, કૅટરિના કૈફ

રણબીર કપૂરની ફિલ્મ ‘બચના અય હસીનોં’માંથી કૅટરિના કૈફનો રોલ કટ કરવામાં આવ્યો હતો. આ વાત કૅટરિનાએ જાતે કહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, બિપાશા બાસુ અને મિનિશા લામ્બા પણ જોવા મળી હતી. ફિલ્મમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે રણબીરનું કૅરૅક્ટર આ ત્રણેયને તેની લાઇફના અલગ-અલગ તબક્કામાં મળે છે. તેમને મળ્યા બાદ એક વ્યક્તિ તરીકે તેનો વિકાસ થાય છે. ૨૦૦૮માં રિલીઝ થયેલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી. કૅટરિનાનું એમ પણ કહેવું છે કે તે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે લોકો તેને કહેતા કે તે કદી પણ ફિલ્મોમાં કામ નહીં કરી શકે. જોકે બાદમાં તો તેણે અનેક ફિલ્મો જેવી કે ‘મૈંને પ્યાર ક્યોં કિયા’, ‘પાર્ટનર’, ‘નમસ્તે લંડન’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘એક થા ટાઇગર’ ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ટાઇગર 3’માં કામ કર્યું હતું. ‘બચના અય હસીનોં’માંથી પોતાનો રોલ કટ કરવા વિશે કૅટરિનાએ કહ્યું કે ‘હું ચોથી યુવતી હતી અને મારો એ રોલ કટ કરવામાં આવ્યો હતો.’

ranbir kapoor katrina kaif bachna ae haseeno entertainment news bollywood bollywood news bollywood gossips