ભારતમાં નહીં જન્મે કૅટરિના કૈફ અને વિકી કૌશલનું પહેલું સંતાન?

22 May, 2024 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Katrina Kaif Pregnancy: અભિનેત્રી કૅટરિના કૈફ પ્રેગનેન્ટ હોવાની અફવાઓએ સોશ્યલ મીડિયા પર જોર પકડ્યું છે

કૅટરિના કૈફ અને વિકી કૌશલની ફાઇલ તસવીર

બૉલિવૂડ (Bollywood) કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) એ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના ફેન્સ સાથે ગૂડ ન્યુઝ શૅર કર્યા હતા. કપલે જણાવ્યું હતું કે, તેઓ સપ્ટેમ્બરમાં તેમના બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ કપલ પછી હવે અભિનેત્રી કૅટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) જલ્દી પેરેન્ટ્સ (Katrina Kaif Pregnancy) બનવાના છે તેવા સમાચાર પણ ચર્ચામાં છે. ત્યારે તેમના બાળકની ડિલીવરી કયા દેશમાં થશે તેની પણ ચર્ચા ચાલી રહી છે.

તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કૅટરિના કૈફ પતિ વિકી કૌશલના હાથમાં હાથ નાખીને વિદેશના રસ્તઓ પર ચાલતી જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, કૅટરિના કૈફ અને વિકી કૌશલ હાથ પકડીને લંડના રસ્તાઓ પર ચાલતા હોવાનું કહેવાય છે. આ દરમિયાન અભિનેત્રીનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારથી જ અભિનેત્રી પ્રેગનેન્ટ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. હવે બાળકની ડિલિવરી અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

વિકી કૌશલ અને કૅટરિના કૈફ હાલ લંડનમાં છે. તેઓ લંડન (London) ના બેકર સ્ટ્રીટમાં ફરતાં હતાં એવો તેમનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં વિકી પત્ની કૅટરિનાનો હાથ પકડીને તેને સાચવીને લઈ જતો જોવા મળી રહ્યો છે. કૅટરિનાના ડ્રેસિંગ-સેન્સને લઈને તે પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેણે પહેરેલો લૉન્ગ કોટ બેબી-બમ્પ છુપાવવા માટે હોય એવું કહેવાઈ રહ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કૅટરીના તેના પહેલા બાળકની અપેક્ષા રાખી રહી છે. અહેવાલો પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી ખરેખર ગર્ભવતી છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, જો બધુ બરાબર રહેશે તો કૅટરિના અને વિકી યુનાઈડેટ કિંગ્ડમ - યુકે (United Kingdom - UK) માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.

અભિનેત્રી કૅટરિના કૈફ યુકેમાં ઉછરી છે અને લંડનના હેમ્પસ્ટેડ (Hampstead) માં તેનું ઘર પણ છે. એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે, તે લંડનમાં પોતાના બાળકને જન્મ આપશે. આ સમયે વિકી કૌશલ પત્ની કૅટરિના કૈફ સાથે જ લંડનમાં છે અને તેની ખુબ જ સંભાળ રાખી રહ્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ ટૂંક સમયમાં ડિરેક્ટર આનંદ તિવારી (Anand Tiwari) ની મ્યુઝિકલ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ (Bad News) માં જોવા મળશે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી (Tripti Dimri), એમી વિર્ક (Ammy Virk), ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh) અને નેહા ધૂપિયા (Neha Dhupia) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે છત્રપતિ સંભાજી મહારાજ (Chhatrapati Sambhaji Maharaj) ના જીવન પર આધારિત ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ (Chhaava) પણ છે.

katrina kaif vicky kaushal london entertainment news bollywood bollywood news bollywood gossips