‘ટાઇગર 3’ની ઍક્શન માટે ઍબ્સ બનાવી રહી છે કૅટરિના કૈફ

11 October, 2023 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તે પાકિસ્તાની એજન્ટ ઝોયા અને ટાઇગરની પ્રેમિકાના રોલમાં જોવા મળી રહી છે.

કૅટરિના કૈફ

કૅટરિના કૈફનું કહેવું છે કે ‘ટાઇગર 3’ માટે તેણે તેની બૉડી પર ખૂબ જ કામ કરવું પડ્યું હતું. આ ફિલ્મમાં તે પાકિસ્તાની એજન્ટ ઝોયા અને ટાઇગરની પ્રેમિકાના રોલમાં જોવા મળી રહી છે. તેનું પોસ્ટર ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ વિશે કૅટરિનાએ કહ્યું કે ‘યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં ઝોયા પહેલી ફીમેલ સ્પાય છે. આ પાત્રને લઈને હું ખૂબ જ ગર્વ મહસૂસ કરું છું. તે ખૂબ જ ઝનૂની, હિમ્મતવાળી, દિલદાર, લૉયલ અને પ્રોટેક્ટિવ છે. માનવતાની વાત જ્યારે આવે ત્યારે તે હંમેશાં ઊભી રહે છે. મારા માટે આ જર્ની ખૂબ જ અદ્ભુત રહી છે. મેં દરેક ફિલ્મના પાર્ટમાં મારી જાતને પુરવાર કરવા ખૂબ જ મહેનત કરી છે અને એમાંથી ‘ટાઇગર 3’ પણ બાકાત નથી. અમે આ વખતે ઍક્શન સીક્વન્સને એક કદમ વધુ આગળ લઈ ગયા છીએ. મેં મારી બૉડી પર પણ ખૂબ જ કામ કર્યું છે અને એ લોકો ફિલ્મમાં જોઈ શકશે. મારા માટે ફિઝિકલી આ ફિલ્મ સૌથી ચૅલેન્જિંગ રહી છે. મારા માટે ઝોયા એક સપનું પૂરું થવા સમાન છે. લોકો ઝોયાને સ્ક્રીન પર જોઈને કેવું રીઍક્શન આપે છે એ જોવા માટે હું આતુર છું.’

katrina kaif bollywood news bollywood gossips bollywood entertainment news