01 April, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશાલ ભારદ્વાજ
કાર્તિક આર્યનની આગામી ફિલ્મ વિશાલ ભારદ્વાજ સાથેની છે. એનું ટાઇટલ કદાચ ‘અર્જુન ઉસ્તરા’ રાખવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં ટાઇટલ પણ જાહેર કરવામાં આવશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ સ્પેન અને ગ્રીસમાં કરવામાં આવશે. આ વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ કોવિડ પહેલાંના સમયને દેખાડશે. ફિલ્મમાં કાર્તિકનો રોલ ઇમોશનથી ભરપૂર રહેશે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા રાખવામાં આવશે. કાર્તિક પણ ઍક્શન મોડમાં આવવા માટે આતુર છે. કાર્તિકની સામે લીડિંગ ઍક્ટ્રેસની શોધ ચાલી રહી છે. હાલમાં જ સાજિદ નડિયાદવાલાએ સ્પેનની સરકાર સાથે મુલાકાત કરીને શૂટિંગ માટે અગત્યની પરમિશન માટે ચર્ચા કરી હતી. ફિલ્મમેકર્સ આ ફિલ્મના માધ્યમથી એ દેશના ટૂરિઝમને પણ પ્રમોટ કરશે.