midday

પતિ પત્ની ઔર વોહ 2 લઈને આવશે કાર્તિક

24 July, 2024 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ પૂરું થતાં તે તરત આ સીક્વલનું શૂટિંગ શરૂ કરશે
ફિલ્મનો સીન

ફિલ્મનો સીન

કાર્તિક આર્યન હવે ‘પતિ પત્ની ઔર વોહ 2’માં પણ જોવા મળશે. ૨૦૧૯માં આવેલી ‘પતિ પત્ની ઔર વોહ’માં તેની સાથે અનન્યા પાન્ડે અને ભૂમિ પેડણેકર જોવા મળ્યાં હતાં. હવે આ ફિલ્મની સીક્વલ બની રહી છે અને એને કાર્તિકે સાઇન કરી લીધી હોવાની ચર્ચા છે. કાર્તિક હાલમાં ‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં તે તરત આ સીક્વલનું શૂટિંગ શરૂ કરશે. ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને મુદસ્સર અઝીઝ ડિરેક્ટ કરશે. આ ફિલ્મ માટે હિરોઇન પસંદ કરવાની હજી બાકી છે. અનન્યા અને ભૂમિને પસંદ કરવામાં આવે એવા ચાન્સ ઓછા છે, કારણ કે મેકર્સ આ ફિલ્મ નવી હિરોઇનોને લઈને બનાવવા માગે છે.

Whatsapp-channel
kartik aaryan upcoming movie Ananya Panday bhumi pednekar bhushan kumar entertainment news bollywood bollywood news