17 April, 2023 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘મિસ ઇન્ડિયા ૨૦૨૩ની વિજેતાઓ સાથેની સુંદર કંપની મળવાથી સન્માન અનુભવી રહ્યો છું. તમામ સ્પર્ધકોને અભિનંદન.’
કાર્તિક આર્યનને બ્યુટિફુલ યુવતીઓનો સાથ મળ્યો હતો. આ સુંદરીઓ એટલે ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૨૩ની વિજેતા અને રનર અપ છે. હાલમાં જ આ શાનદાર ઇવેન્ટ આયોજિત થઈ હતી. એમાં કાર્તિક હાજર રહ્યો હતો અને ધમાકેદાર પર્ફોર્મન્સ પણ આપ્યો હતો.
રાજસ્થાનના કોટાની ૧૯ વર્ષની નંદિની ગુપ્તાના શિરે ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૨૩નો તાજ સજી ગયો છે. તો દિલ્હીની શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ અને મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકન્ડ રનર અપ બની હતી. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘મિસ ઇન્ડિયા ૨૦૨૩ની વિજેતાઓ સાથેની સુંદર કંપની મળવાથી સન્માન અનુભવી રહ્યો છું. તમામ સ્પર્ધકોને અભિનંદન.’