કાર્તિક આર્યનની કરીઅરની સૌથી મોટી ડીલ

04 October, 2024 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂલભુલૈયા 3ના નૉન-થિયેટ્રિકલ રાઇટ્સ ૧૩૫ કરોડ રૂપિયામાં વેચાયા

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી અભિનીત ‘ભૂલભુલૈયા 3’ આ દિવાળીએ રિલીઝ થવાની છે. ફિલ્મની તારીખ હજી અનાઉન્સ નથી થઈ. રિપોર્ટ્સ મુજબ ફિલ્મના નૉન-થિયેટ્રિકલ રાઇટ્સ ૧૩૫ કરોડ રૂપિયામાં વેચાયા છે. ફિલ્મે પોતાના બજેટનો મોટો ભાગ નૉન-થિયેટ્રિકલ રાઇટ્સમાંથી જ રિકવર કરી લીધો છે. કાર્તિક આર્યને પોતાની કરીઅરમાં અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કરી છે એમાં સૌથી મોંઘા ‘ભૂલભુલૈયા 3’ના નૉન-થિયેટ્રિકલ રાઇટ્સ વેચાયા છે.

નૉન-થિયેટ્રિકલ રાઇટ્સ એટલે ફિલ્મના ડિજિટલ, સૅટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ; જે ‘ભૂલભુલૈયા’ના કિસ્સામાં ૧૩૫ કરોડ રૂપિયામાં વેચાયા છે. રિપોર્ટ્સ અનુસાર ‘ભૂલભુલૈયા 3’ના ડિજિટલ રાઇટ્સ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સે ખરીદ્યા છે, સૅટેલાઇટ રાઇટ્સ સોની નેટવર્કે ખરીદ્યા છે અને મ્યુઝિક રાઇટ્સ ટી-સિરીઝે પોતે જ ખરીદી લીધા છે. ‘ભૂલભુલૈયા 3’ ફિલ્મ ૧૫૦ કરોડના બજેટમાં બની છે.

‘ભૂલભુલૈયા 3’ની સાથે રોહિત શેટ્ટી–અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. રિપોર્ટ્સ હતા કે એના નૉન-થિયેટ્રિકલ રાઇટ્સ ૨૦૦ કરોડ રૂપિયામાં વેચાયા છે.

kartik aaryan vidya balan tripti dimri ajay devgn bhool bhulaiyaa sony entertainment television netflix entertainment news upcoming movie bollywood news bollywood