રિલેશનશિપ માટે તૈયાર છે કાર્તિક

11 April, 2024 06:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ચંદુ ચૅમ્પિયન’ની તૈયારી માટે બે વર્ષ લાગ્યાં હોવાથી તેની પાસે સમય નહોતો, પરંતુ હવે તે પાર્ટનર શોધી રહ્યો છે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન હવે રિલેશનશિપ માટે તૈયાર છે અને પાર્ટનરને શોધી રહ્યો છે. ફિલ્મોમાં ખૂબ બિઝી હોવાથી તેની પાસે પ્રેમ કરવાનો સમય નથી એવું તેણે અગાઉ જણાવ્યું હતું, પરંતુ હવે તે એ માટે તૈયાર છે. નેહા ધુપિયાના ચૅટ શો ‘નો ફિલ્ટર નેહા’ની છઠ્ઠી સીઝનમાં તેણે હાજરી આપી હતી. એ શોમાં નેહાએ તેને પૂછ્યું કે શું તે સિંગલ છે અને રિલેશનશિપ માટે તૈયાર છે? એનો જવાબ આપતાં કાર્તિક કહે છે, ‘હાલમાં તો હું સિંગલ છું. ઘણો સમય થઈ ગયો હું કોઈ પણ પ્રકારના રિલેશનમાં નથી રહ્યો. મતલબ કે આ થોડું અજીબ જવાબ લાગશે, પરંતુ હા, હું મારી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ પર ધ્યાન આપી રહ્યો હતો અને એમાં ખૂબ ધ્યાન લગાવવાની જરૂર હતી. એમાં એવી ઘણીબધી વસ્તુઓ હતી, જે મેં પહેલાં કદી પણ નહોતી કરી. એના માટે મેં બે વર્ષ તૈયારીમાં પસાર કર્યાં. એથી બે વર્ષથી મારા દિમાગમાં માત્ર આ ફિલ્મ ચાલી રહી હતી. તેથી સમય જ ન મળ્યો. એના માટે જરૂરી રૂટીન અપનાવવાનું હતું. હું એક કંટાળાજનક રોબોટિક લાઇફ જીવી રહ્યો હતો. હવે જોઈએ કે શું થાય છે. હવે મારી પાસે પ્રેમ માટે સમય છે. મારા લાયક કોઈ પાર્ટનર હોય તો જણાવી શકે છે.’

kartik aaryan neha dhupia entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood