કાર્તિકની ચાર કરોડ રૂપિયાની કારની મૅટ ઉંદરોએ કરડી ખાધી

09 June, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારનની મૅટ ઉંદરોએ કરડી ખાધી અને એને બનાવવામાં કાર્તિકે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કાર્તિક આર્યનને આલીશાન મૅક્‍લારેન GT કાર પ્રોડ્યુસર ભૂષણ કુમારે ગિફ્ટ આપી હતી. ૨૦૨૨માં તેમની ‘ભૂલભુલૈયા 2’ ખૂબ સફળ રહી હતી એની ખુશીમાં કાર્તિકને આ ૪.૭૨ કરોડની કાર મળી હતી. જોકે એ કારનની મૅટ ઉંદરોએ કરડી ખાધી અને એને બનાવવામાં કાર્તિકે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા. એ વિશે કાર્તિક કહે છે, ‘હું મારી બીજી કાર ડ્રાઇવ કરું છું. હું ક્યારેક જ મૅક્‍લારેનમાં પ્રવાસ કરું છું. આ કાર ઘણા સમયથી ગૅરેજમાં હતી એથી ઉંદરોએ એની મૅટ કોતરી નાખી હતી. એને બનાવવા પાછળ મારે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા.’

kartik aaryan bhushan kumar bhool bhulaiyaa entertainment news bollywood bollywood news