31 March, 2024 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યને હાલમાં ઇંગ્લૅન્ડના ફુટબૉલ પ્લેયર હૅરી કેન પાસે પોતાનો એક ડાયલૉગ બોલાવડાવ્યો
કાર્તિક આર્યને હાલમાં ઇંગ્લૅન્ડના ફુટબૉલ પ્લેયર હૅરી કેન પાસે પોતાનો એક ડાયલૉગ બોલાવડાવ્યો છે. કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ પર ‘ચંદુ ચૅમ્પિયન’નો ડાયલૉગ બોલી રહ્યો હોય એવો વિડિયો શૅર કર્યો છે. ૧૪ જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનો ડાયલૉગ છે, ‘ચંદુ નહીં, ચૅમ્પિયન હૈ મૈં. આ ડાયલૉગ પહેલાં કાર્તિક બોલે છે અને એ જ ઇમોશન્સ સાથે ત્યાર બાદ હૅરી કેન બોલે છે. કાર્તિકે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે અને તે હાલમાં તેની ‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ કરી રહ્યો છે જેનું પહેલું શેડ્યુલ પૂરું થઈ ગયું છે.