ઑલિમ્પિક્સમાં દેશને રિપ્રેઝન્ટ કરતા ખેલાડીઓનું મનોબળ વધાર્યું કાર્તિકે

27 July, 2024 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍથ્લીટ્સને શુભેચ્છા આપતાં ઇન્સ્ટાગ્રામ પર કાર્તિકે લખ્યું કે ‘આપણા દેશને પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪માં રિપ્રેઝન્ટ કરનારા ઍથ્લીટ્સને શુભેચ્છા

કાર્તિક આર્યન

પૅરિસમાં શરૂ થયેલા ઑલિમ્પિક્સ ૨૦૨૪માં ભારતને રિપ્રેઝન્ટ કરનારા ઍથ્લીટ્સને કાર્તિક આર્યને પ્રોત્સાહન આપ્યું છે. સાથે જ ભારતીય ધ્વજને સફળતાના પરચમ લહેરાવતા જોવાની જે ખુશી મળે છે એ અતુલનીય હોવાનું તેણે જણાવ્યું છે. કાર્તિકે પૅરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરની લાઇફને ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ના માધ્યમથી સાકાર કરી હતી. ઍથ્લીટ્સને શુભેચ્છા આપતાં ઇન્સ્ટાગ્રામ પર કાર્તિકે લખ્યું કે ‘આપણા દેશને પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪માં રિપ્રેઝન્ટ કરનારા ઍથ્લીટ્સને શુભેચ્છા. ‘ચંદુ ચૅમ્પિયન’માં મેં ઍથ્લીટનો રોલ ભજવ્યો હતો જે મારા માટે અદ્ભુત અને સન્માનનીય અનુભવ હતો. તમામ ચૅમ્પિયન્સને તાકાત મળે. તમારું બેસ્ટ આપો અને દેશને ગર્વ પમાડો.’

Olympics paris kartik aaryan bollywood news bollywood gossips bollywood entertainment news