દાદા રાજ કપૂરની ફેવરિટ શા માટે હતી કરિશ્મા?

21 October, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સવાલનો જવાબ આપે છે કરીના કપૂર

કરિશ્મા અને કરીના કપૂર

કરિશ્મા અને કરીના, બૉલીવુડની આ બન્ને કપૂર સિસ્ટર્સ તાજેતરમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ગેસ્ટ બની હતી. તેમણે બાળપણની યાદો તથા તેમના દાદા અને દિગ્ગજ અભિનેતા રાજ કપૂર વિશે વાતો શૅર કરી હતી. કરીના કપૂરે કહ્યું હતું કે કરિશ્મા કપૂર રાજ કપૂરની સૌથી ફેવરિટ ગ્રૅન્ડચાઇલ્ડ હતી.

શો દરમ્યાન કપિલ શર્માએ પૂછ્યું હતું કે ગ્રેટ રાજ કપૂરસાહેબનું આખા પરિવારમાં ફેવરિટ બાળક કોણ હતું ત્યારે કરીના કપૂરે કરિશ્મા તરફ ઇશારો કર્યો હતો. કરીના કપૂરે કહ્યું હતું, ‘કરિશ્મા હંમેશથી તેમની ફેવરિટ ગ્રૅન્ડચાઇલ્ડ રહી છે, કેમ કે તેની નીલી આંખો અદ્દલ દાદા જેવી છે.’ 

કપિલે યાદ અપાવ્યું હતું કે ‘રાહા (રણીબર–આલિયાની દીકરી)ની આંખો પણ બ્લુ છે.’ ત્યારે કરિશ્મા કપૂરે જણાવ્યું કે ‘મારી, તૈમુર અને રાહા ત્રણેયની આંખો દાદાજી (રાજ કપૂર) જેવી છે.’

karishma kapoor kareena kapoor raj kapoor Raha Kapoor taimur ali khan The Great Indian Kapil Show kapil sharma bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news