29 June, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાનના વૉટ્સઍપ ગ્રુપમાં ખૂબ જ રસભરી વાતો થતી હોય છે. કરીના સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તેણે હાલમાં જ તેની વૉટ્સઍપ ચૅનલ શરૂ કરી છે. આ ચૅનલમાં તેના ફેવરિટ વૉટ્સઍપ ગ્રુપ વિશે પૂછવામાં આવ્યું હતું. જોકે આ ગ્રુપમાં કોણ-કોણ છે એ નામ તો તેણે નહોતાં કહ્યાં પરંતુ એમાં તેની બહેન કરિશ્મા કપૂર, અમ્રિતા અરોરા અને મલાઇકા અરોરા હોય એવા ચાન્સ વધુ છે. આ ગ્રુપનું નામ અને એના વિશે જણાવતાં કરીના કહે છે, ‘મારું ગ્રુપ ‘ગટ્સ 2.0’ મારું ફેવરિટ છે. એમાં બધી છોકરીઓ છે, પરંતુ એ કોણ એનાં નામ હું નહીં કહું. એટલું જરૂર કહીશ કે એમાં ખૂબ જ રસભરી વાતો હોય છે.’
લંડનમાં બીચ વેકેશન માણી રહી છે કરીના
કરીના કપૂર ખાન હાલમાં લંડનમાં તેની ફૅમિલી સાથે બીચ વેકેશન માણી રહી છે. તે પતિ સૈફ અલી ખાન અને બાળકો તૈમુર અને જેહ સાથે લંડનમાં છે. કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનના ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે તેની ઓરિજિનલ સ્ટાઇલમાં પાઉટ કરતી જોવા મળી રહી છે. જોકે એ દરમ્યાન સૈફ બૅકગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યો છે.